જામનગરના વણિક પરિવારના 5 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

અટલ સમાચાર, જામનગર જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. જામનગરના કિશાન ચોક પાસે રહેતા દિપકભાઈ પન્નાલાલ સાકરીયા (ઉ.વ. 40), આરતીબેન દિપકભાઈ સાકરીયા (ઉ.વ.37), કુમકુમ દિપકભાઈ સાકરીયા (ઉ.વ. 10), હેમંત દિપકભાઈ સાકરીયા (ઉ.વ.5) અને જયાબેન પન્નાલાલ સાકરીયા (ઉ.વ.80)ના મૃતદેહો ઝેરી દવા પીધેલી હાલતમાં તેમના ઘરેથી મળી આવતા 108 એમ્બ્યુલન્સ
 
જામનગરના વણિક પરિવારના 5 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

અટલ સમાચાર, જામનગર

જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. જામનગરના કિશાન ચોક પાસે રહેતા દિપકભાઈ પન્નાલાલ સાકરીયા (ઉ.વ. 40), આરતીબેન દિપકભાઈ સાકરીયા (ઉ.વ.37), કુમકુમ દિપકભાઈ સાકરીયા (ઉ.વ. 10), હેમંત દિપકભાઈ સાકરીયા (ઉ.વ.5) અને જયાબેન પન્નાલાલ સાકરીયા (ઉ.વ.80)ના મૃતદેહો ઝેરી દવા પીધેલી હાલતમાં તેમના ઘરેથી મળી આવતા 108 એમ્બ્યુલન્સ ટીમ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

એક સાથે વણિક પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરી લેતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ટીમે મૃતદેહોની આસપાસ તપાસ શરૂ કરી છે અને કોઈ સ્યુસાઈડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળે તે માટે તપાસ હાથ ધરી છે. એક સાથે પાંચના મોતથી હાહાકાર મચી ગયો છે.

જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોના સામુહિક આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ છે. પતિ-પત્નિ, બે બાળકો અને વૃદ્ધ માતાએ કયા કારણસર ઝેરી દવા ગટગટાવી લઈને આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.