જામનગર ડ્રગ ઈન્સ્પેક્ટર 5,000ની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર, જામનગર તા.15 જાન્યુઆરીએ એક વેપારીને જામનગર શહેરમા હોલસેલ દવાની મેડીકલ એજન્સી હોય ત્યાં આ કામના આક્ષેપિતે ગત તા.૧૧/૦૧/૨૦૧૯ ના રોજ વિઝીટ કરી વિઝીટ બુકમા ખોટી હેરાનગતી થાય તેવી નોંધ નહી કરવા પેટે રૂ.૫,૦૦૦/-ની માગણી કરી હતી. જેથી પિડીતે રકમ બપોરના સમયે આપવાનો વાયદો કરેલ હતો. ફરીયાદીએ એસીબીમા ફરીયાદ કરતા તે આધારે છટકુ ગોઠવી
 
જામનગર ડ્રગ ઈન્સ્પેક્ટર 5,000ની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર, જામનગર

તા.15 જાન્યુઆરીએ એક વેપારીને જામનગર શહેરમા હોલસેલ દવાની મેડીકલ એજન્સી હોય ત્યાં આ કામના આક્ષેપિતે ગત તા.૧૧/૦૧/૨૦૧૯ ના રોજ વિઝીટ કરી વિઝીટ બુકમા ખોટી હેરાનગતી થાય તેવી નોંધ નહી કરવા પેટે રૂ.૫,૦૦૦/-ની માગણી કરી હતી. જેથી પિડીતે રકમ બપોરના સમયે આપવાનો વાયદો કરેલ હતો. ફરીયાદીએ એસીબીમા ફરીયાદ કરતા તે આધારે છટકુ ગોઠવી લાંચના ગુનામા ડ્રગ ઈન્સ્પેક્ટર કિરણબેન D/O ભગવાનજી સવજાણી તે W/O નિલેશભાઇ ઉનડકટ ફરીયાદી પાસેથી રૂ.૫,૦૦૦/-ની લાંચની રકમ માંગી લેતાં ઝડપી પાડ્યા હતા.