modi jamnagar
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કરોડોના કામનું લોકાર્પણ તથા ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન તથા વિશ્વપ્રસિદ્ધ ઉમિયા મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ મોદીનું ગુજરાતમાં બે દિવસ આગમન થયું છે. આ બે દિવસનામાં તેઓ ગુજરાતવાસીઓને અનેક ભેટ આપશે. ત્યારે જામનગરના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જ્યાંથી સભા સંબોધતા ઉમટેલી ભીડે ‘56 ઇંચકા સીના હૈ સર ઉઠા કે જીના હૈ’ ના લાગ્યા નારા લગાવ્યા હતા.

મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, કોઈ પણ દેશનું શક્તિ અને સામ્યર્થ ન ચાલે. એક સમયે અહી કોમી હુલ્લડ થતા હતા. લોકો તેનાથી ત્રસ્ત હતા. હવે બધુ બંધ થયુ છે. ત્યારે દેશમાંથી આતંકવાદની બીમારીને જડમૂળથી ઉખેડી દેવી જોઈએ. તેની દવા જ્યાથી થતી હોય ત્યા કરવી જોઈએ. આતંકવાદની મૂળ બીમારી પાડોશમાં છે. કેટલાક લોકોને પેટમાં દુખે છે. સેનાની તાકાત પર દેશને ગર્વ થવો જોઈએ. મેં કહ્યુ હતું કે, રાફેલ હોત તો આજે પરિણામ અલગ હોત. એર સ્ટ્રાઈક સમયે આપણા જવાનના હાથમાં રાફેલ હોત તો અમારો એકેય જાત નહિ, અને તેમનો એકેય બચત નહિ. દેશના વીરો અને વીર પ્રજાને પ્રણામ.

વિરોધીઓ ઉપર વાર કરતા તેમણે કહ્યું કે, તેમનો મંત્ર છે કે આવો, ભેગા મળો અને મોદીને ખત્મ કરો. દેશનો મંત્ર છે કે, આવો એક થાઓ, અને આતંકવાદ ખતમ કરો. તેમને મોદીને ખતમ કરવો છે અને આપણે આતંકવાદ ખતમ કરવો છે.

ખેડૂતો વિશે તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે ખેડૂતોનુ દેવુ માફ કરવાની વાત કરે. જૂની સરકારે ચૂંટણી આવે એટલે દેવા માફ કરવાની વાત કરી હતી. બધાને છેતરીને કોંગ્રેસ વોટ લઈ ગઈ. અગાઉની સરકાર ખેડૂતોની મૂર્ખ બનાવવાનું કામ કરતી હતી. આપણે એવી યોજના લાવ્યા છીએ કે, દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે. જેનાથી ગામડાનું અર્થતંત્ર બદલાઈ જાય. સમસ્યાઓનું સ્થાયી સમાધાન અને કોઈ વ્હાલાદવલા વગર કામ કરીએ તો અનેક લાભ થાય છે. ખેડૂતોને જે લાભ મળે છે તે પશુપાલકોને આપવાનુ નક્કી કર્યું છે.

પીએમએ કહ્યું કે, મને નાનુ તો ફાવતુ જ નથી, કંઈ પણ કરવાનુ તો મોટુ જ કરવાનું, કર્યું ને હમણા. આમ, તેમણે પોતાના સંબોધનમાં એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું પાણી એવું છે કે માણસ મર્યાદા ચૂકી જાય, અને ત્યા જ સંકટ શરૂ થાય. સૌની યોજના શરૂ કર્યા બાદ જોતા લાગે છે કે, વરસાદનું પાણી પૂરુ નહિ પડે. તેથી જ સમુદ્રના પાણીને મીઠુ કરવાની જરૂર ઉભી પડી છે. તેથી આજે એક યોજના શરૂ કરી છે. એ પાણીને પરમાત્માનો પ્રસાદ સમજીને વાપરવુ પડે. ગુજરાતને પાણી વેડફવાનો અધિકાર છે જ નહિ. તેથી જ પાણીમાં કરોડોના રૂપિયા લગાવ્યા. ગુજરાતમાં ગુજરાતમાં પણ પાણી બચાવ અભિયાન સફળ થવુ જોઈએ. આજે શિવરાત્રી પર સમગ્ર ગુજરાત પાણી બચાવનો સંકલ્પ કરે.

તેમણે કહ્યું કે, મને ખુશી છે કે મારી ટીમ ગુજરાત છોડ્યા પછી સમયબદ્ધ રીતે કામ પૂરા પાડી રહી છે. અગાઉની સરકારોને ટેન્કર સિવાય કંઈ દેખાતું નહોંતુ, અમે સરહદ પરના જવાનોને તાજુ પાણી પહોંચાડ્યું. નર્મદાનું પાણી પારસ છે. નર્મદાના સ્પર્શથી ગુજરાતની ધરતી લીલીછમ થઈ જાય. સોનુ ઉગે. ખેડૂતના પસીના સાથે નર્મદાનો અભિષેક થાય તો તે દીપી ઉઠે છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો, અને દેશના મુખ્યમંત્રીઓની મીટિંગમા જતો, તો તેઓને કહેતો કે, અમારું એવુ રાજ્ય છે જેમની પાસે કોઈ ખાણ-ખનીજનો ભંડાર નથી. અમારા અનેક ગામ પાણી માટે વલખા મારે. અમારી સરકારની મોટી શક્તિ પાણી પહોંચાડવામાં જાય. જો અમને પાણીની સુરક્ષા આપી હોત. તો અમે પાણીદાર અને તાકાતવાર હોત. અમારુ બજેટ, શક્તિ પાણી પાછળ ખર્ચવુ પડે છે. અન્ય મુખ્યમંત્રીઓને આ વાત ગળે ન ઉતરતી. અમે નક્કી કર્યું કે, દેશને પાણીદાર બનાવીશું. સરદાર સરોવર ડેમમાં અનેક અડચણો આવી, તેમાં એ સમયની બધી સરકાર જવાબદાર છે. આ સૌની યોજનાની કલ્પના મેં મૂકી હતી, ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે, ચૂંટણી આવે એટલે આવુ કહ્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌની યોજના માટે વિરોધી કહેતા કે આ તો મુંગેરીલાલના હસીન સપના જેવી વાત છે. પણ આવુ બોલનારાઓની હવા નીકળી ગઈ છે. હવે તો સૂત્ર બની ગયુ છે કે નામુમકીનને મુમકીન તો મોદી જ કરી શકે છે. નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડવાનું કામ આગામી એક વર્ષમાં પૂરુ થઈ જશે. વિવિધ યોજનાઓ પૂરી થઈ જશે. દરિયો કોઈ દી ખૂટે નહિ, તેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનું કામ આજથી જોડિયામાં થશે. જેનુ પાણી જામનગરના લોકોને મળશે. આજે સૌરાષ્ટ્રની સૂકી ધરતી મહાશિવરાત્રીના દિવસે મા નર્મદાનુ પાણી મેળવીને તૃપ્ત થઈ છે.

પીએમ મોદીએ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું. હવે રણજીતસાગર ડેમમાં ન્યારી ડેમમાં નર્મદાનુ પાણી પહોંચશે. ન્યારી-1 અને રણજિતસાગર ડેમમા લિંક- નો શુભારંભ વડાપ્રધાન દ્વારા કરાયો. રણજિત સાગર ડેમમાં તથા રાજકોટના ન્યારી-1 ખાતે નર્મદા નીરના વધામણા કરાવ્યા. સાથે જોડિયા ખાતે તૈયાર થનાર ડિસિલેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.

વડાપ્રધાન પ્રદર્શન ગ્રાઉન્ડ સભા સ્થળ પર પહોંચતા જ ઉપસ્થિત જનમેદનીમાં ચીચીયારીઓ થઈ. સભા સ્થળ પર મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત છે. ત્યારે એર સ્ટ્રાઈક બાદ પહેલીવાર ગુજરાત આવેલા વડાપ્રધાન મોદી માટે તમામ લોકો દ્વારા વંદે માતરમ, ભારત માતા કી જયના નારાનો નાદ લગાવાયા. 71 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું પીએમ મોદીએ ઉદઘાટન કર્યું.

જામનગર એરફોર્સ વન પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કલેક્ટર તથા સાંસદ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

01 Oct 2020, 12:05 PM (GMT)

COVID-19 Global Stats

34,205,913 Total Cases
1,019,605 Death Cases
25,459,205 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code