ગુરુ-ચેલાનો મતદાન એ જંગ શરુઃ જસદણની રોમાંચક ચુંટણી પર દિલ્હીની નજર રહેશે

અટલ સમાચાર, રાજકોટ જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિંછીયાના આઠમની બારી કેન્દ્રથી મતદાન કર્યુ ત્યારે મતદાન કરતા પહેલા તેઓએ આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે તેમ કહ્યુ હતુ. તેઓએ મતદાન શરૂ કરતા પહેલા માતા તેમજ કુળદેવીના આશીર્વાદ લીધા. અવસર નાકિયા છકડો ચલાવીને મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે આવું શા માટે કર્યું તેમ જણાવતા કહ્યું કે ભૂતકાળ
 
ગુરુ-ચેલાનો મતદાન એ જંગ શરુઃ જસદણની રોમાંચક ચુંટણી પર દિલ્હીની નજર રહેશે

અટલ સમાચાર, રાજકોટ

જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિંછીયાના આઠમની બારી કેન્દ્રથી મતદાન કર્યુ ત્યારે મતદાન કરતા પહેલા તેઓએ આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે તેમ કહ્યુ હતુ. તેઓએ મતદાન શરૂ કરતા પહેલા માતા તેમજ કુળદેવીના આશીર્વાદ લીધા.
અવસર નાકિયા છકડો ચલાવીને મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે આવું શા માટે કર્યું તેમ જણાવતા કહ્યું કે ભૂતકાળ ભૂલવો જોઈએ નહીં હું પહેલા છકડો ચલાવતો હતો. ભોળાભાઇ ગોહિલે વહેલી સવારે મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ.
લોકસભાની ચુંટણી પહેલાની જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે. આ ચૂંટણી ભાજપ – કોંગ્રેસ માટે ખરાખરીના જંગ સમાન બની ગઈ છે. પરિણામે  દિલ્હીનાં રાજનીતિજ્ઞોની પણ અહીં નજર મંડાઈ છે. ભાજપનાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા સામે કોંગ્રેસે પણ કોળી સમાજમાં જ પ્રભુત્વ ધરાવતા અવસર નાકીયાને મેદાને ઉતારી  ચુંટણી જંગને રોમાંચક બનાવી દીધો છે.

રોમાંચક જંગમાં મતદારો મહત્વની ભૂમિકા ભજવી આજે ગુરુ-ચેલા બન્નેના ભાવી નક્કી કરશે.