vadgam
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વડગામ
તાજેતરમાંજ રાજસ્થાન,મધ્યપ્રદેશ,અને છત્તિસગઢની યોજાયેલી ચુટણીમાં ભાજપની કારમી હારથી ભાજપી આગેવાનોમાં હતાશા છવાઇ હતી. જસદણ વિધાનસભાની પેટા ચુટણી જીતવીએ ભાજપ માટે પ્રતીષ્ઠાનો જંગ બની ગયો હતો.
ત્યારે જસદણ વિધાનસભામાં ભાજપ ટોચના નેતાઓ અને કાર્યકરો એડીથી ચોટી સુધીનુ જોર લગાવીને કોઈ પણ ભોગે આ બેઠકને જીતવા કમરકસી હતી.

આજે જસદણની પેટા ચુંટણીનુ પરિણામ આવતા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાનો ૧૯,૯૮૫ જેટલા જંગી મતોથી વિજય થતા ભાજપની છાવણીમા આનંદ છવાઇ જવા પામ્યો હતો. વડગામ તાલુકા યુવા ભાજપ દ્રારા વડગામ ખાતે ફટાકડા ફોડીને આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં સામતસિંહ સોલંકી, વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી, રઘનાથભાઇ ખસોર, ધવલભાઇ બારોટ, સતીષભાઇ ભોજક સહીત યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને વિજય ઉત્સવ મનાવાયો હતો..

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code