કાલે જસદણમાં “અવસર” સામે “બાવળીયા” : ચૂ઼ંટણીને લઇ હજારો કર્મચારીઓ ખડેપગે

અલટ સમાચાર, રાજકોટ કાલે યોજાનાર ચૂ઼ંટણીને લઇ જસદણનુ વાતાવરણ ગરમાયું : ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા સામે અવસર નાકીયા છે કોંગ્રેસના ઉમેદવાર 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી છે. કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. જસદણ પેટા ચૂંટણીમાં 230772 મતદારો નોંધાયેલા છે. જેમાં 121639 પુરૂષ અને 109093 મહિલા મતદાર છે. 256 પોલિંગ સ્ટેશન પર EVM
 
કાલે જસદણમાં “અવસર” સામે “બાવળીયા” : ચૂ઼ંટણીને લઇ હજારો કર્મચારીઓ ખડેપગે

અલટ સમાચાર, રાજકોટ

કાલે યોજાનાર ચૂ઼ંટણીને લઇ જસદણનુ વાતાવરણ ગરમાયું : ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા સામે અવસર નાકીયા છે કોંગ્રેસના ઉમેદવાર

20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી છે. કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. જસદણ પેટા ચૂંટણીમાં 230772 મતદારો નોંધાયેલા છે. જેમાં 121639 પુરૂષ અને 109093 મહિલા મતદાર છે. 256 પોલિંગ સ્ટેશન પર EVM દ્રારા મતદાન કરાશે. 23 ડિસેમ્બરે મતગણતરી બાદ પરિણામ સામે આવશે.જસદણની પેટા ચૂંટણીમાં મતદારો નિર્ભિક પણે મતદાન કરી શકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જસદણની પેટા ચૂંટણીમાં પોલીસના 306, ગૃહ રક્ષક દળના 311 જવાનો ઉપરાંત અર્ધ લશ્કરી દળની 6 કંપની ફરજ બજાવશે. કેન્દ્રીય અનામત પોલીસ દળની એક મહિલા કંપની પણ તૈનાત કરાશે. મતદાનના દિવસે મોબાઈલ વાન સતત પેટ્રોલિંગ કરશે.જસદણ, આટકોટ, વિંછીયા, ભાડલા પોલીસ મથક પ્રમાણે QRT પણ ગોઠવવામાં આવશે.

સમગ્ર મતદાન પ્રક્રીયામાં ૧૧૦૦ પોલીસનું કવચ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ મોબાઇલ, ઝોનલ મેજીસ્ટ્રેટ અને ક્યુઆરટી પણ ગોઠવવામાં આવશે.