ગુજરાતી મુસાફરોના કરોડો રૂપિયા જેટ એરવેઝ બંધ રહેતા અટકાયા

અટલ સમાચાર, ડેસ્ક ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએના આદેશ મુજબ 11 એપ્રિલ મધરાતથી જેટ એરવેઝની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ડિસેમ્બર 2018થી એડ્વાન્સ બુકિંગ કરાવી લેનાર એમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,આણંદ સહિતના ગુજરાતના મુસાફરોના કરોડો રૂપિયાના રિફન્ડ અટવાતા મુસાફરો પરેશાન છે. ટ્રાવેલ એજન્ટ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ખાતે 100 થી વધુ
 
ગુજરાતી મુસાફરોના કરોડો રૂપિયા જેટ એરવેઝ બંધ રહેતા અટકાયા

અટલ સમાચાર, ડેસ્ક

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએના આદેશ મુજબ 11 એપ્રિલ મધરાતથી જેટ એરવેઝની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ડિસેમ્બર 2018થી એડ્વાન્સ બુકિંગ કરાવી લેનાર એમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,આણંદ સહિતના ગુજરાતના મુસાફરોના કરોડો રૂપિયાના રિફન્ડ અટવાતા મુસાફરો પરેશાન છે.

ટ્રાવેલ એજન્ટ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ખાતે 100 થી વધુ મેમ્બર્સ છે તેમની પાસેથી હજારો મુસાફરોએ ડિસેમ્બરથી હવાઈ મુસાફરી માટે એજ્વાન્સ બુકિંગ કરાવ્યા છે. જેટ એરવેઝનાં શટર પડી જતાં ટ્રાવેલ ઉદ્યોગમાં ઊથલપાથલ સર્જાઈ છે આવી પરિસ્થિતિમાં જેટ એરવેઝને 23મી માર્ચ પછી જે પરત આપી તેનું રિફન્ડ હજું ચુકવાયું નથી. જેના કારણે ટ્રાવેલ એજન્ટ અને પ્રવાસીઓ વચ્ચે ખટરાગ થયો છે.

જેટના 127 પૈકી માત્ર 14 એરક્રાફ્ટ કાર્યરત છે. દર વર્ષે શહેરના ટ્રાવેલ એજન્ટનું 500 કરોડથી વધુનું ટર્ન ઓવર રહે છે. જેટ એરવેઝનાં શટર પડી જતાં અન્ય એરલાઈન્સ દ્વારા ડોમેસ્ટિક રૂટ ઉપર હાલમાં એક એક સ્લોટ વધારાયા છે. જો કે ખાનગી એરલાઇન દ્વારા પ્રવાસીઓ પાસેથી આડેધડ ભાડાં વસુલાત થતાં જોવાની બૂમો પણ ઊઠી છે. જેટ એરવેઝ સામે હાલ 6895 કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. આવી સ્થિતિમાં બેન્કો, સપ્લાયરો, પ્રવાસીઓ, પાઈલેટને સમયસર નાણાં ચૂકવી શકવામાં પણ નિષ્ફળ છે. આમાંથી કેટલીક કંપીનીઓએ એરલાઈન્સની સાથે સમજૂતિ રદ કરી દીધી છે.

પાઈલેટ, કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ લોકો ફરજને લઈને બેદરકારી દાખવી રહ્યા છે. જેટની તમામ ઇન્ટરનેશનલ ફલાઇટ રદ થઈ ચૂકી છે. એડ્વાન્સ બુકિંગ, ફલાઇટ રદ કરવાની સ્થિતિમાં રિફન્ડ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઉભા થયા છે. આ અંગે ટૂર ઓપરેટર એનડ ટ્રાવેલર એજન્ટ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રમુખ પકંજ ગુપ્તાએ જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે હજારો મુસાફરોનાં રિફન્ટ અત્યારે અટવાયાં છે. અમારા હાથમાં હવે કશું નથી સરકાર જેટ એરવેઝ માટે જે પોલિસી નક્કી કરે તે મુજબ તેમને ન્યાય મળે અમે લોકલ પેસેન્જર માટે અન્ય વ્યવસ્થા કરવા માટે રેકવેસ્ટ કરી છે. ઇન્ટરનેશલ હાલ પૂરતું કાંઇ થઇ શકે નહીં.