PAASના 26 આગેવાનોના જેતપુર કોર્ટે જામીન રદ્દ કરતા પંથકમાં દોડધામ

અટલ સમાચાર,રાજકોટ પાટીદાર અનામત આંદોલન સમિતિ ઘ્વારા જેતપુરના દેવકી ગાલોડ ગામે થયેલ એક સભા દરમ્યાન પાસ કન્વીનરો પર થયેલા કેસમાં જામીન મળયા હતા. તે જામીન આજે જેતપુર સેશન્સ કોર્ટે રદ્દ કરતાં હવે પાસ કન્વીનર લલિત વસોયા, દિનેશ બાંભણિયા, મનોજ પનારા અને દિલીપ સાબવા સહિત 26 PAAS આગેવાનોમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટની જેતપુરના દેવકી
 
PAASના 26 આગેવાનોના જેતપુર કોર્ટે જામીન રદ્દ કરતા પંથકમાં દોડધામ

અટલ સમાચાર,રાજકોટ

પાટીદાર અનામત આંદોલન સમિતિ ઘ્વારા જેતપુરના દેવકી ગાલોડ ગામે થયેલ એક સભા દરમ્યાન પાસ કન્વીનરો પર થયેલા કેસમાં જામીન મળયા હતા. તે જામીન આજે જેતપુર સેશન્સ કોર્ટે રદ્દ કરતાં હવે પાસ કન્વીનર લલિત વસોયા, દિનેશ બાંભણિયા, મનોજ પનારા અને દિલીપ સાબવા સહિત 26 PAAS આગેવાનોમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટની જેતપુરના દેવકી ગાલોડ ગામમાં સભા મામલે જે કેસ થયો હતો. આ કેસમાં સંડોવાયેલા 26 PAAS કન્વીનરના કોર્ટે જામીન રદ્દ કર્યા છે. આ તમામ આરોપીને જેલમાં મોકલી દેવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. મહત્વનું છે કે જેતપુરના દેવકી ગાલોડ ગામમાં સભા મામલે કેસ થયો હતો. જેમાં આ તમામને આરોપી બનાવવામાં આવ્યા છે.