આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

શાળાએ જતી સંજલીને લુખ્ખાં તત્વોએ જીવતી સળગાવી દેનાર આરોપીઓ સામે પગલાં ના ભરાતા દલિત સમાજનો ગુસ્સો ફાટી નીકળ્યો

 

આગ્રામાં સંજલી નામની એક દલિત દીકરીને સળગાવી દેવા મામલે હવે ગંભીર પ્રત્યાઘાતો આવી સરકાર સામે આવી રહ્યા છે. એક પછી એક દલિત સંગઠનો સરકાર પર ગંભીર આક્ષેપ કરીને કાયદાકીય પગલાં ભરવા માટે દબાણ કરી રહ્યા છે. કેસની વિગતો અનુસાર શાળાએ જતી સંજલીને લુખ્ખાં તત્વોએ જીવતી સળગાવી દીધી હતી. જો કેબાદ આરોપીઓ સામે પગલાં ના ભરાતા દલિત સમાજનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે સમગ્ર દેશમાં દલિત અને ન્યાયપ્રિય લોકોના મોઢા પર એક જ વાત છે કે જો ગાયને મારી નાખવામાં આવી હોત તો આગ્રામાં તોફાન થઇ જતા પરંતુ એક માસુમ બાળકીને જીવતી સળગાવી દીધા બાદ પણ સત્તા અને સમાજ બંને ચૂપ છે. નારો શું હતો, બેટી બચાવો, બેટી પઢાઓ કે બેટી જલાઓ. એક શબ્દ પણ મોદી અને યોગીના મોંઢે નથી નીકળ્યો.

વધુમાં જીગ્નેશ મેવાણીએ આ કૃત્યનો વિરોધ કરવા માટે આહવાન કર્યું છે. તેમણે લખ્યું છે કે સમગ્ર દેશમાં, દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક મહોલ્લા અને તાલુકામાં આ હેવાનિયત ભર્યા કૃત્યનો વિરોધ થવો જોઈએ. કોઈપણ ભોગે સંજલી જાટવના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ થાય અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને 3 મહિનાની અંદર સજા મળવી જોઈએ.

ભીમઆર્મીના પ્રમુખ ચંદ્રશેખર પણ સંજલીના ઘરે પહોંચ્યા હતાં અને સરકારને કડક ચેતવણી આપી હતી. ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર જો દોષિતોને સજા નહીં કરે તો ભીમઆર્મી સડકો પર ઉતરશે. તેમણે સંજલીના પરિવારને એક કરોડ રૂપિયા આપવાની પણ માંગ કરી છે.

 

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code