અટલ સમાચાર,ડેસ્ક
io વર્ષ 2018માં દેશમાં સૌથી ઝડપી 4G ઇન્ટરનેટ નેટવર્ક આપનાર કંપની રહી છે. આ ખુલાસો તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ જાહેર કરેલા આંકડામાં કરવામાં આવ્યો છે. રિલાયન્સ જીયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ડિસેમ્બરમાં 8% ઘટી 18.7 એમબીપીએસ સુધી આવી ગઇ હતી. છતાં છેલ્લા 12 મહિનામાં Jio આ મામલે ટોચ પર રહ્યું.
TRAI અનુસાર 4G અપલોડ સ્પીડ મામલે આઇડિયા સૌથી આગળ છે. તેની સરેરાશ અપલોડ સ્પીડ ડિસેમ્બરમાં 5.3 એમબીપીએસ રહી, જે નવેમ્બરમાં 5.6 એમબીપીએસ હતી. કંપનીના નેટવર્ક પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.