4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અવ્વલ, તો આઈડિયા અપલોડ કરવાની સ્પીડમાં નંબર 1

જાન્યુઆરીમાં 4G ડાઉનલોડની સ્પીડને મામલે Jioએ પોતાની સ્પર્ધક કંપની એરટેલ સામે બમણી ગતીથી પ્રગતિ કરી છે. ટ્રાઈના આ રિપોર્ટ અનુસાર ગયા મહિને Jioના 4G નેટવર્કની ડાઉનલોડ કરવાની સ્પીડ 18.8 એમબીપીએસ મેગાબાઈટ પ્રતિ સેકન્ડ હતી જ્યારે એરટેલ નેટવર્કની સામાન્ય સ્પીડ 9.5 એમબીપીએસ હતી. ડિસેમ્બરમાં જિયો નેટવર્કની ડાઉનલોડ કરવાની સ્પીડ 18.7 એમબીપીએસ હતી. જ્યારે એરટેલની 9.8 એમબીપીએસ
 
4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અવ્વલ, તો આઈડિયા અપલોડ કરવાની સ્પીડમાં નંબર 1

જાન્યુઆરીમાં 4G ડાઉનલોડની સ્પીડને મામલે Jioએ પોતાની સ્પર્ધક કંપની એરટેલ સામે બમણી ગતીથી પ્રગતિ કરી છે. ટ્રાઈના આ રિપોર્ટ અનુસાર ગયા મહિને Jioના 4G નેટવર્કની ડાઉનલોડ કરવાની સ્પીડ 18.8 એમબીપીએસ મેગાબાઈટ પ્રતિ સેકન્ડ હતી જ્યારે એરટેલ નેટવર્કની સામાન્ય સ્પીડ 9.5 એમબીપીએસ હતી. ડિસેમ્બરમાં જિયો નેટવર્કની ડાઉનલોડ કરવાની સ્પીડ 18.7 એમબીપીએસ હતી. જ્યારે એરટેલની 9.8 એમબીપીએસ હતી. ટ્રાઈના રિપોર્ટ અનુસાર વોડાફોનની 4G ડાઉનલોડ સ્પીડમાં સામાન્ય સુધારો થયો છે જ્યારે જાન્યુઆરીમાં વોડાફોનની 4G ડાઉનલોડ સ્પીડ 6.7 એમબીપીએસ હતી તો ડિસેમ્બરમાં 6.3 એમબીપીએસ હતી.

અપલોડ કરવાના મામલે આઇડિયાએ બાજી મારી છે. કંપનીની સરેરાશ ઝડપ ડિસેમ્બર મહીનાના 5.3 એમબીપીએસથી વધીને જાન્યુઆરીમાં 5.8 એમબીપીએસ પહોંચી છે. વોડાફોન બીજા નંબર પર તો જિયો ત્રીજા નંબર પર છે. છેલ્લા કેટલાય મહીનાઓથી 4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અવ્વલ છે તો આઈડિયા અપલોડ કરવાની સ્પીડમાં નંબર 1 પર છે.