Jioની Android યૂઝર્સ માટે મોટી ભેટ, લોન્ચ કરી JioBrowser એપ

અટલ સમાચાર,ડેસ્ક રિલાયન્સ જિયોએ જિયો બ્રાઉઝર એપ નામની એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવી બ્રાઉઝર એપ્લિકેશન શરૂ કરી છે. જો તમે વિચારતા હોવ કે આ એપ્લિકેશન અન્યથી કેવી રીતે અલગ છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, તો ચાલો જાણીએ.આ એપ્લિકેશન ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે યુઝર
 
Jioની Android યૂઝર્સ માટે મોટી ભેટ, લોન્ચ કરી JioBrowser એપ

અટલ સમાચાર,ડેસ્ક

રિલાયન્સ જિયોએ જિયો બ્રાઉઝર એપ નામની એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવી બ્રાઉઝર એપ્લિકેશન શરૂ કરી છે. જો તમે વિચારતા હોવ કે આ એપ્લિકેશન અન્યથી કેવી રીતે અલગ છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, તો ચાલો જાણીએ.આ એપ્લિકેશન ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે.

સૌથી મહત્વની વાત એ છે કે યુઝર પાસે તેનો ઉપયોગ કરવા માટે જિયોનું કનેક્શન હોવું જરૂરી નથી. આનો અર્થ એ છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કોઈપણ એન્ડ્રોઇન યૂઝર્સ ઉપયોગક કરી શકે છે.રિલાયન્સ જિઓના જણાવ્યા પ્રમાણે, જિયો બ્રાઉઝર એ પહેલું એવું ભારતીય બ્રાઉઝર છે. જે ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓ સહિત હિન્દીમાં સપોર્ટેડ છે.

યૂઝર્સ સેટિંગ્સ પર જઈને સરળતાથી ભાષા બદલી શકે છે.જિયો બ્રાઉઝર એપ્લિકેશનની સાઇઝ ફક્ત 4.8 એમબી છે. જેમ જેમ એપ્લિકેશન ખુલે છે તેમ, યૂઝર્સ તેના હોમ પેજ પર રાજકારણ, મનોરંજન, રમતગમત અને ટેકનીકીના ક્ષેત્રો પર રિપોર્ટ્સ પ્રાપ્ત કરશે. આ ઉપરાંત, આ બ્રાઉઝરમાં નવા અપડેટ્સ માટે સમર્પિત વીડિયો સેક્શન પણ છે.બ્રાઉઝરમાં યૂઝર્સ માટે લોકલ ન્યૂઝ કેટેગરી પણ આપવામાં આવી છે, જે તેમને પસંદ કરીને તેમના આસપાસના સમાચાર પસંદ કરી શકે છે.

આ ઉપરાંત ખાનગી બ્રાઉઝિંગની સુવિધા પણ તેમાં પ્રદાન કરવામાં આવી છે, જેનો અર્થ છે કે યૂઝર્સ છૂપા મોડમાં તેનો ઉપયોગ કરી શકે છે. અન્ય બ્રાઉઝર્સની જેમ યૂઝર્સ જિયો બ્રાઉઝરમાં પેઇઝ બુક કરવાની અને લિંકને સોશિયલ મીડિયા દ્વારા લિંક્સ શેર કરવાનો વિકલ્પ મળશે.આ બ્રાઉઝરમાં વૉઇસ ઇનપુટ સપોર્ટ પણ મળશે. તેનો અર્થ છે કે તમે વૉઇસ આદેશો આપીને કંઈપણ શોધી શકો છો.

આ ઉપરાંત, તમે તે પ્રમાણે ટેક્સ્ટની સાઇઝને પસંદ કરી શકો છો. આ બ્રાઉઝર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ફક્ત રોલઆઉટ છે અને iOS માં આગમન વિશે કોઈ માહિતી પ્રદાન કરવામાં આવી નથી.