નોકરીઃ વડોદરા ખાતે એરર્ફોસમાં એરમેનનો ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા ભારતીય હવાઇદળમાં એરમેનની (ગ્રૃપ-y(નોન ટેકનીકલ, ઓટો ટેક્નીશીયન અને ઇન્ડીયન એરર્ફોસ (પોલીસ), ઇન્ડીયન એરર્ફોસ (સીક્યુરીટી) અને મ્યુઝીશીયન ટ્રેડની ભરતી કરવા માટે તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ૦૪ ઓક્ટોબર ૨૦૨૦ સુધી "કેન્દ્રીય વિધાલય એરર્ફોસ, મકરપુરા, વડોદરા ખાતે ભરતીમેળો યોજાશે. ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન એરર્ફોસની વેબસાઇટ www.airmenselection.cdac.in પર તા. ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૦
 
નોકરીઃ વડોદરા ખાતે એરર્ફોસમાં એરમેનનો ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

ભારતીય હવાઇદળમાં એરમેનની (ગ્રૃપ-y(નોન ટેકનીકલ, ઓટો ટેક્નીશીયન અને ઇન્ડીયન એરર્ફોસ (પોલીસ), ઇન્ડીયન એરર્ફોસ (સીક્યુરીટી) અને મ્યુઝીશીયન ટ્રેડની ભરતી કરવા માટે તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ૦૪ ઓક્ટોબર ૨૦૨૦ સુધી "કેન્દ્રીય વિધાલય એરર્ફોસ, મકરપુરા, વડોદરા ખાતે ભરતીમેળો યોજાશે. ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન એરર્ફોસની વેબસાઇટ www.airmenselection.cdac.in પર તા. ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ (સાંજે ૫.૦૦ કલાક) સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી કાર્યક્રમમાં કેન્દ્રીય/રાજ્ય પરિક્ષા બોર્ડ ધોરણ-૧૨માં કોઇ પણ પ્રવાહમાં ૫૦% માર્કસ તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ સાથે પાસ થયેલ હોવો જાઇએ. જે ઉમેદવારોની જન્મ તા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૦ થી ૩૦ ડીસેમ્બર ૨૦૦૩ની વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો તેમજ ઓટો ટેક્નીશીયન માટે ૧૬૫- સે.મી એને આઇ.એ.એફ(પી)-૧૭૫ સેમી ઉંચાઇ હોવી જોઇએ. આ સાથે રાખવાના પ્રમાણપત્રો/ વસ્તુઓ/ કલરફોટો/ મેડીકલ/ સ્ટાન્ડર્ડ વગેરેની વધુ માહિતી માટે www.airmenselection.cdac.in વેબસાઇટ પર મેળવવાની રહેશે. એમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણાની અખબારી યાદીમાં જણાવેલ છે