અટલ સમાચાર, મહેસાણા
તાલુકાની જોરણંગ પ્રાથમિક શાળામાં આજે તા.12 ના રોજ પતંગોત્સવ ઊજવાયો હતો. ધો.1 થી 8ના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે શિક્ષક કૌશલભાઈ સુથાર અને અજિતભાઈ ઠાકોરે બોર ખવડાવ્યાં હતા. સૌએ પતંગ ચગાવીને બોરની મોજ માણી પતંગોત્સવ ઊજવ્યો હતો. જેમાં શાળા પરિવારે ઉત્તરાયણ પર્વની સૌને શુભકામના પાઠવી હતી.