જોટાણા: કોરોના વાયરસને લઇ ગામડાઓમાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ

અટલ સમાચાર,મહેસાણા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે જોટાણા તાલુકામાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જીલ્લા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ ધરમશીભાઇ અને સદસ્ય માલતીબેનની ગ્રાન્ટમાંથી ૪ હજારથી વધુ માસ્ક અને એક હજારથી વધુ સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસ અને હોમગાર્ડના વિભાગના જવાનો જે જાહેર રસ્તા ઉપર ડ્યુટી કરી રહ્યા છે તેમને માસ્ક અને
 
જોટાણા: કોરોના વાયરસને લઇ ગામડાઓમાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ

અટલ સમાચાર,મહેસાણા

કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે જોટાણા તાલુકામાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જીલ્લા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ ધરમશીભાઇ અને સદસ્ય માલતીબેનની ગ્રાન્ટમાંથી ૪ હજારથી વધુ માસ્ક અને એક હજારથી વધુ સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસ અને હોમગાર્ડના વિભાગના જવાનો જે જાહેર રસ્તા ઉપર ડ્યુટી કરી રહ્યા છે તેમને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન તાલુકા વિકાસ અધિકારી સંદીપકુમાર શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોટાણા: કોરોના વાયરસને લઇ ગામડાઓમાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકામાં કોરોનાને લઇ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા પંચાયતના સદસ્ય, ઉપપ્રમુખ ધરમશીભાઈ અને સદસ્ય માલતીબેનની ગ્રાન્ટમાંથી કુલ 80000 રૂપિયાના 4000થી વધુ માસ્ક અને એક હજારથી વધુ સેનેટાઇઝરની બોટલો નું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં તમામ તાલુકા પંચાયત સ્ટાફ, તલાટીઓ, મામલતદાર કચેરીનો સ્ટાફ, સાંથલ પોલિસ સ્ટેશન તમામ સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તમામ સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, તેમજ કસલપુરા, જોટાણા, ધાંધલપુર, દિગડી, છાલેસરા, વગેરે જોટાણા તાલુકાના તમામ ગામોમાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.