ભાજપના રાજમાં પત્રકારો અસલામત : જીજ્ઞેશ મેવાણી

અટલ સમાચાર,અમદાવાદ શાયરાના અંદાજમાં ટ્વીટ કરીને મેવાણીએ આકરા પ્રહાર કર્યા ભાજપ સરકારના રાજમાં હવે પત્રકારો પણ સલામત રહ્યાં નથી તેવું સાબિત કરતાં કિસ્સા સામે આવી રહ્યા છે. ભાજપ સરકાર વિરુદ્ધ લખવા અને બોલવા બદલ ઇમ્ફાલનાં પત્રકાર પર રાષ્ટ્રિય સુરક્ષા કાયદો લગાવીને એક વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી છે.આ અંગે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ
 
ભાજપના રાજમાં પત્રકારો અસલામત : જીજ્ઞેશ મેવાણી

અટલ સમાચાર,અમદાવાદ

શાયરાના અંદાજમાં ટ્વીટ કરીને મેવાણીએ આકરા પ્રહાર કર્યા

ભાજપ સરકારના રાજમાં હવે પત્રકારો પણ સલામત રહ્યાં નથી તેવું સાબિત કરતાં કિસ્સા સામે આવી રહ્યા છે. ભાજપ સરકાર વિરુદ્ધ લખવા અને બોલવા બદલ ઇમ્ફાલનાં પત્રકાર પર રાષ્ટ્રિય સુરક્ષા કાયદો લગાવીને એક વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી છે.આ અંગે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે

सवाल पूछने पर जेल !
हम से कहे कुछ दोस्त हमारे मत लिखो,
जान अगर प्यारी है प्यारे मत लिखो।
हाकिम की तलवार मुकद्दस होती है,
हाकिम की तलवार के बारे मत लिखो।
वरना, इम्फाल के यह पत्रकार साथी की तरह राष्ट्र की सुरक्षा के लिए खतरा बता कर जैल में डाल दिए जाओगे।

 

ભાજપના રાજમાં પત્રકારો અસલામત : જીજ્ઞેશ મેવાણી

જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે અહીં સવાલ પૂછવા પર જેલ થઇ શકે છે. અમને અમારા દોસ્ત કહે છે કે કઈ લખો નહિ, તમારી જાતને પ્રેમ કરો છો તો ના લખો, હાકીમની તલવાર મુકદ્દસ હોય છે હાકીમની તલવાર વિષે ના લખો, નહીતો ઇમ્ફાલના આ પત્રકાર સાથીની માફક દેશની સુરક્ષા માટે ખતરો માની જેલમાં નાંખી દેશે.