જુનાગઢઃ વડાલમાં ઘરમાં ઘુસી મહિલાની ઈજજત લુંટવાનો પ્રયાસ

અટલ સમાચાર, જુનાગઢ જુનાગઢના વડાલમાં ગઈકાલે બપોરના બેના સુમારે ઘરમાં ઘુસી મહિલાની ઈજજત લુંટવાનો પ્રયાસ થતા મહિલાએ દેકારો કરી મુકતા આ કારસ્તાન કરનારા ત્રણ શખ્સો ભાગી છુટયા હતા. ઘટનાના પગલે નાના એવા ગામમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. જોકે સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત
 
જુનાગઢઃ વડાલમાં ઘરમાં ઘુસી મહિલાની ઈજજત લુંટવાનો પ્રયાસ

અટલ સમાચાર, જુનાગઢ

જુનાગઢના વડાલમાં ગઈકાલે બપોરના બેના સુમારે ઘરમાં ઘુસી મહિલાની ઈજજત લુંટવાનો પ્રયાસ થતા મહિલાએ દેકારો કરી મુકતા આ કારસ્તાન કરનારા ત્રણ શખ્સો ભાગી છુટયા હતા. ઘટનાના પગલે નાના એવા ગામમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. જોકે સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર જુનાગઢના વડાલના ભીયાડ રોડ પર બુટલી વિસ્તારમાં રહેતા રંજનબેન વઘેરા ગઈકાલે બપોરના સુમારે ઘરે એકલા હતા ત્યારે આશરે બે થી સવા બેના સમયગાળામાં ડેરવાણ ગામનો જશુ ભાટી, મુન્નો અને બળવંત આ ત્રણેય શખ્સો કારમાં આવી દરવાજો ખખડાવી દરવાજો ખોલતા પરાણે ઘરમાં ઘુસી ગયેલ અને મહિલા પર તેની આબરૂ લેવા હિચકારો હુમલો કરેલ મહિલાએ દેકારો કરી મુકતા ત્રણેય શખ્સો મહિલાને જાતી અંગે હડઘુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી પલાયન થઈ ગયેલ ઝપાઝપી દરમિયાન મહિલાના કાનમાં પહેરેલ સોનાનું બુટીયુ પણ કયાંક પડી ગયેલ ઝપાઝપીમાં ઈજાઓ પહોંચતા મહિલાને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ ત્યાંથી તેમણે પોલીસને ફરિયાદ આપતા પોલીસે એટ્રોસીટી એકટ તેમજ છેડતી સહિતના કલમોથી ગુનો નોંધી જયારે સામાપક્ષે જશુભાઈ, ગંભીરભાઈ ભાટી રહે.
ડેરવાણ વાળાએ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું કે, વડાલના રાજુ વઘેરાએ પોતાને ઘરે બોલાવેલ હોય પોતે ઘરે પહોંચતા રાજુ વઘેરા તેના દિકરા મનસુખ, યોગેશ અને મુકેશ બધાયે એક સંપ કરી ઘરે આવ્યા અંગેનું મનદુ:ખ રાખી કુહાડી સહિતના હથિયારોથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ પોલીસને આપી હતી. પોલીસે તેમની પણ ફરિયાદ લઈ રાયોટીંગ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી હતી. ઘટનાના પગલે નાના એવા ગામમાં ચકચાર વ્યાપી જવા પામી છે.