આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,જૂનાગઢ

લોકસભાની ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે સોમવારે વિસાવદર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ કરવામાં આવતા એવો ગણગણાટ શરૂ થયો છે કે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ન પહોંચતા અને ખુરશીઓ ખાલી રહેતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપે એવો દાવો કર્યો છે કે સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડીનાર ખાતે હોવાથી તેમની સભામાં સીએમની હાજરી અનિવાર્ય હોવાથી કાર્યક્રમ રદ કરાયો છે.

સોમવારે ભાજપ તરફથી વિસાવદર ખાતે બક્ષીપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેવાના હતા. જોકે, કાર્યક્રમ સ્થળે માણસો એકઠા થયા ન હતા. પરંતુ અચાનક સીએમ બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી કાર્યક્રમ રદ કરાયો હોવાની જાણ કરાઇ હતી. કાર્યક્રમ રદ થવાથી ભાજપના કાર્યકરો નારાજ થયા હતા.

મહત્વનું છે કે, સોમવારે વિસાવદરમાં જ ભાજપ અને કોંગ્રેસના એમ બે કાર્યક્રમ હોવાથી ભાજપે સંખ્યા ન થતાં પોતાનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું પણ ચર્ચાઇ રહયુ છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યક્રમમાં વિશાળ જનમેદની જોવા મળી હતી.

20 Oct 2020, 4:38 AM (GMT)

COVID-19 Global Stats

40,856,809 Total Cases
1,125,964 Death Cases
30,480,200 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code