આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,જૂનાગઢ

કુંભમેળા પછી મહત્વનો ગણાતો ગુજરાતના જુનાગઢમાં મહા શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. પરંતુ શુકવારે જૂનાગઢના મહામંડલેશ્વર પૂ. ભારતી બાપુ પડી જતા હૉસ્ટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અત્યારે હાલ તેમની તબિયત સુધારા પર હોવાથી તેમના ભકતોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે જૂનાગઢમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ધર્મ સભા હતી, તે પહેલાં ભવનાથ જઈ રહેલા પૂ. ભારતી બાપુ પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ભારતી બાપુ પડી જતા પહેલાં તેમને આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી સાધુ સંતો દ્વારા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભારતી બાપુ સ્વસ્થ્ય હોવાના સમાચાર મળતા જ ભક્તો અને સંતોએ હાશકારો અનુભવ્યો છે કારણ કે એક તરફ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ છે ત્યારે ભારતી બાપુની તબિયતના સમાચારના કારણે ભક્તોમાં અને સાધુ સમાજમાં વ્યાકૂળતા જોવા મળી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code