Resma Patel New
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુરુવારે રેશ્મા પટેલ તેમના સર્મથકો સાથે માણાવદર બેઠકનાં વંથલીનાં વોર્ડ નં. 1માં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. ત્યારે વોર્ડ નં. 1ના ભાજપના કાર્યકર દિપક વડાલીયાએ રેશ્મા સાથે ઉગ્ર બોલાચાલી કરી બાદમાં તેની ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં રેશ્મા પટેલને ઇજા થતા તેઓ વંથલી ખાતેના સરકારી દવાખાનામાં દાખલ થયા છે. જ્યારે ભાજપના કાર્યકર્તાએ તેને ઉઠાવી જવા માટે રેશ્મા પટેલ પોતાના મળતિયાઓ સાથે આવી હતી અને તેને માર મારવાાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા રેશ્મા પટેલનાં સમર્થકો દોડી ગયા હતા. એસપી સૌરભસિંઘે બનાવ અંગે તપાસ થઇ રહી હોવાનું જણાવ્યું હતું.

પોતાના ઉપર હુમલો થયાની ઘટના અંગે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું પ્રચાર માટે ગઇ હતી ત્યારે ભાજપા કાર્યકર્તાઓએ કહ્યું કે આ ભાજપનો ગઢ છે અને જવાહર ચાવડાનો ગઢ છે અહીં પ્રચાર કરવાનો નહીં અને હું ત્યાંથી શાંતિથી નીકળતી હતી. ત્યારે એક કાર્યકર ઉભો થઇને મારા ગળા ઉપર ફેંટ મારી અને મારી છાતી ઉપર હાથ મારીને મારી સાથે ઝપાઝપી કરી હતી. અને ગાળાગાળી કરવા માંડ્યો. અમે જવાહર ચાવડાના માણસો છીએ. 200 જણાનું ટોળું તારા ઉપર ચડાવી દઇશું. ભાજપના કાર્યકરો જવાહર ચાવડાના નામે ગુંડાગર્દી કરવા ઉપર ઉતરી ગયા છે.

આજે હું એનસીપીની ઉમેદવાર છું તો પણ મારી સાથે આવી હરકત કરી તો સામાન્ય માણસ સાથે શું નહીં કરતા હોય. બીજી તરફ ભાજપના કાર્યકર્તા અને વંથલી શહેર ભાજપ મહામંત્રી દિપક વડાલીયાએ જણાવ્યું હતું કે, હનુમાનના મંદિરે હતા હનુમાન જ્યંતિ હોવાથી સાફસફાઇ કરતા હતા. ત્યારે રેશ્મા પટેલ સાથે 10થી 12 મળતીયા આવ્યા અને મારો કાંઠલો પકડીને કહ્યું કે તું મહામંત્રી થઇ ગયો છે અને બહુ ભાજપનું કામ કરે છે. આજે તને ઉપાડી જવા માટે આવ્યા છીએ. એમ કહીં મારવા લાગ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code