જૂનાગઢ: ACBના જ PI 18 લાખની લાંચ લેતા પકડાતા ખળભળાટ

અટલ સમાચાર,ડેસ્ક જૂનાગઢમાં ACBના જ અધિકારી લાંચ લેતા પકડાતા ચકચાર મચી ગઇ છે. જે અધિકારીનું કામ લાંચ લેતા સરકારી કર્મચારીઓને પકડવાનું છે અને તેઓ જ લાંચ લેવા લાગશે તો શું લાંચનું દુષણ અટકશે ખરું? આ પ્રકારનો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. જૂનાગઢ ACB PI તરીકે તરીકે ફરજ બજાવતા ડી. ડી. ચાવડા જ 18 લાખ રૂપિયાની
 
જૂનાગઢ: ACBના જ PI 18 લાખની લાંચ લેતા પકડાતા ખળભળાટ

અટલ સમાચાર,ડેસ્ક

જૂનાગઢમાં ACBના જ અધિકારી લાંચ લેતા પકડાતા ચકચાર મચી ગઇ છે. જે અધિકારીનું કામ લાંચ લેતા સરકારી કર્મચારીઓને પકડવાનું છે અને તેઓ જ લાંચ લેવા લાગશે તો શું લાંચનું દુષણ અટકશે ખરું? આ પ્રકારનો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. જૂનાગઢ ACB PI તરીકે તરીકે ફરજ બજાવતા ડી. ડી. ચાવડા જ 18 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના હાથે પકડાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જૂનાગઢમાં આવેલી એક ગૌશાળામાં ગેરરીતી બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ તપાસ જૂનાગઢના ACBના PI ડી. ડી. ચાવડાને સોંપવામાં આવી હતી. PI ડી. ડી. ચાવડાએ ગૌશાળામાં ચાલતી ગેરરીતીનો નીલ રિપોર્ટ તૈયાર કરવા માટે જવાબદારો પાસેથી 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેથી ફરિયાદીએ આ બાબતે ACBના વડાને જાણ કરી હતી.

ACBના PI ડી. ડી. ચાવડાને લાંચ લેતા રંગેહાથે પકડવા માટે પોલીસ વડા દ્વારા એક નિષ્ઠાવાન અધિકારીઓની ટીમ તૈયાર કરવામાં આવી હતી અને આ ટીમને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ACBની ટીમ જૂનાગઢમાં આવી હતી અને PI ડી. ડી. ચાવડાને લાંચ લેતા પકડવા માટે ફરિયાદીને સાથે રાખીને છટકું ગોઠવ્યું હતું અને થોડા સમય પછી PI ડી. ડી. ચાવડાએ લાંચની રકમ સ્વીકારી તેવા ACBના અધિકારીઓએ તેમને ઝડપી લીધા હતા.