કે.એમ. કોઠારી હાઈસ્કૂલ સતલાસણામાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિકાર સપ્તાહ યોજાયુ

અટલ સમાચાર, સતલાસણા સતલાસણા ખાતે ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત રેખાબેન કરશનભાઇ પ્રજાપતિ વિદ્યાસંકુલ અંતર્ગત શેઠ સી.એન. ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કે.એમ.કોઠારી હાઇસ્કુલ સતલાસણામાં 31મી ડિસેમ્બર ના રોજ શાળાના સાંસ્કૃતિક હોલમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિકાર સપ્તાહ યોજાયુ હતુ. આ સપ્તાહ નિમિત્તે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગોરધનભાઇ પટેલ ઉપપ્રમુખ ડો. રાજુજી પરમાર તથા મંત્રી
 
કે.એમ. કોઠારી હાઈસ્કૂલ સતલાસણામાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિકાર સપ્તાહ યોજાયુ

અટલ સમાચાર, સતલાસણા

સતલાસણા ખાતે ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત રેખાબેન કરશનભાઇ પ્રજાપતિ વિદ્યાસંકુલ અંતર્ગત શેઠ સી.એન. ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કે.એમ.કોઠારી હાઇસ્કુલ સતલાસણામાં 31મી ડિસેમ્બર ના રોજ શાળાના સાંસ્કૃતિક હોલમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિકાર સપ્તાહ યોજાયુ હતુ. આ સપ્તાહ નિમિત્તે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગોરધનભાઇ પટેલ ઉપપ્રમુખ ડો. રાજુજી પરમાર તથા મંત્રી અમૃતભાઇ પટેલ દ્વારા બાળકોને ગ્રાહક તરીકેના હક્ક ફરજો,અધિકારો તેમજ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને તેનાથી થતા વિવિધ રોગો વિશે ચર્ચા કરી. ઉપરોકત પ્રસંગમાં શાળાના આચાર્ય દિનેશભાઇ ડી. પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન અને આભાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન એન.એન.એસ. કન્વિનર બાબુભાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ હતુ.