આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માની શેઠ કે.ટી હાઈસ્કૂલમાં બે દિવસીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 400 સ્પર્ધકોએ જુદી જુદી 42 પ્રવૃતિમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં યુવા મહોત્સવની ટૂંકી રૂપરેખા જીલ્લા રમત-ગમત અધિકારી આશાબેને રજૂ કરી હતી જ્યારે સ્પર્ધકોને રસપ્રદ માહિતી પુરી પાડી પ્રોત્સાહીત કર્યા હતા. શાળા પરિસર વિવિધ લોકનૃત્યોથી થનગની ઉઠ્યુ હતું. આભારવિધિ શાળાના પ્રિન્સિપાલ કવિલ ઉપાધ્યાયે કરી હતી.
નાયબ કલેકટર, મામલતદાર, ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ અશ્વિન જોષી, સભ્ય બાબુપ્રસાદ. એચ. ત્રિવેદી, ર્કિતીકુમાર જોષી તથા રમતગમત અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. યુવા મહોત્સવ માટે હાઈસ્કૂલના આચાર્ય ઉપાધ્યાય તથા જયેન્દ્રસિંહ સોલંકી સહિતના સ્ટાફમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code