કચ્છઃ અડધી રાત્રે એક પાકિસ્તાની ધૂસી આવ્યો કચ્છ રણની બોર્ડરની સીમામાં

અટલ સમાચાર, કચ્છ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઉગ્ર વાતાવરણ તથા ભારે એલર્ટની સ્થિતી વચ્ચે કચ્છની બોર્ડરથી 05/03/2019 મંગળવારે અડધી રાત્રે 1 પાકિસ્તાની ઝડપાયો છે. આ બોર્ડર ફેન્સિન્ગ વિનાની છે કચ્છની ઈન્ડો પાક બોર્ડરનાં પીલર નંબર 1050ને ક્રોસ કરીને આ ધુસણખડર ભારતીય વિસ્તારમાં ઘુસી આવતાં BSFનાં જવાનોએ તેને પકડી પાડ્યો હતો. કચ્છનાં BSF સેક્ટર
 
કચ્છઃ અડધી રાત્રે એક પાકિસ્તાની ધૂસી આવ્યો કચ્છ રણની બોર્ડરની સીમામાં

અટલ સમાચાર, કચ્છ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઉગ્ર વાતાવરણ તથા ભારે એલર્ટની સ્થિતી વચ્ચે કચ્છની બોર્ડરથી 05/03/2019 મંગળવારે અડધી રાત્રે 1 પાકિસ્તાની ઝડપાયો છે. આ બોર્ડર ફેન્સિન્ગ વિનાની છે કચ્છની ઈન્ડો પાક બોર્ડરનાં પીલર નંબર 1050ને ક્રોસ કરીને આ ધુસણખડર ભારતીય વિસ્તારમાં ઘુસી આવતાં BSFનાં જવાનોએ તેને પકડી પાડ્યો હતો.

કચ્છનાં BSF સેક્ટર હેડ ક્વાર્ટરનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, રાતે 12 વાગ્યાના અરસામાં બોર્ડર પીલર નંબર 1050નાં વિસ્તારમાં મુવમેન્ટ જોવા મળતા પેટ્રોલિંગ કરી રહેલા BSFનાં જવાનો હરકતમાં આવી ગયા હતાં. તે દિશામાં વોચ દીઘી હતી. 1 માણસ જેવો બોર્ડર ક્રોસ કરીને કચ્છના રણમાં ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો. તો તેને ચારે બાજુથી ઘેરી લઈને પકડી લીધો હતો.

અડધી રાત્રે પાકિસ્તાની ઘુસણખોરને પકડીને BSFના કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેની પૂછપરછ કરવાની ચાલુ છે. અહેવાલ છે કે, તેવામાં કચ્છની રણ સીમાએથી ઝડપાયેલા આ શખ્ય ક્યાં ઈરાદે ભારતમાં રાતે ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની કચ્છ સ્થિત ઈન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે.