કચવાટ@ગુજરાતઃ આંગણવાડી અને આશા બહેનો માટે માત્ર 600નો પગાર વધારો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભામાં જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરાયો છે. આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.600, તેડાગર બહેનોના વેતનમાં રૂ.300 અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.300નો વધારો કરાયો છે. આ પગાર વધારાથી આંગણવાડી બહેનોમાં અને આશા
 
કચવાટ@ગુજરાતઃ આંગણવાડી અને આશા બહેનો માટે માત્ર 600નો પગાર વધારો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભામાં જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરાયો છે. આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.600, તેડાગર બહેનોના વેતનમાં રૂ.300 અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.300નો વધારો કરાયો છે. આ પગાર વધારાથી આંગણવાડી બહેનોમાં અને આશા વર્કરબહેનો નારાજ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આ વધારો માર્ચ 2020થી ચુકવાશે. વર્ષ 2019-20 સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. આ માટે રાજ્ય સરકારને રૂ.112 કરોડનું વધારાનું ભારણ થશે. હાલમાં રાજ્યની 51,229 જેટલી આંગણવાડીઓની કાર્યકર બહેનોને માનદવેતન તરીકે માસિક રૂ.7200 મળે છે. તેમાં હવે માસિક માત્ર રૂ.600 નો વધારો કરી તેઓને રૂ.7800 માનદ વેતન આપવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આંગણવાડી તેડાગર બહેનોને હાલ માનદ વેતન તરીકે રૂ.3650 આપવામાં આવે છે. તેમાં દર મહિને ખાલી રૂ.300નો વધારો કરી માનદ વેતન રૂ.3950 આપવામાં આવશે. રાજ્યની 1800 જેટલી મીની આંગણવાડીની કાર્યકર બહેનોને માનદ વેતન રૂ. 4100 ચુકવવામાં આવે છે તેમાં દર મહિને રૂ .300નો વધારો કરી માનદ વેતન રૂ. 4400આપવામાં આવશે. સરકારે આંગણવાડી બહેનો માટે ગણો ઓછો વેતનમાં વધારો કર્યો છે.