કડી હૂમલો: પોલીસ તમાશો જોતી રહી, મહેસાણા વકીલ મંડળનું આવેદનપત્ર

અટલ સમાચાર, મહેસાણા કડી નજીક કુંડાળ ગામે લોકસભા ચુંટણીના મતદાન દરમિયાન બોગસ મતદાનની ખરાઈ કરવા ગયેલા કોંગ્રેસના બે વકીલો ઉપર હૂમલો થયો હતો. જેની ફરિયાદ બાદ ગુરૂવારે મહેસાણા વકીલ મંડળે તંત્રને રજૂઆત કરી હૂમલાખોરોને પકડવા માંગ કરી છે. આવેદનપત્રમાં પોલીસ હૂમલા દરમિયાન તમાશો જોઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. Video: મહેસાણા
 
કડી હૂમલો: પોલીસ તમાશો જોતી રહી, મહેસાણા વકીલ મંડળનું આવેદનપત્ર

અટલ સમાચાર, મહેસાણા

કડી નજીક કુંડાળ ગામે લોકસભા ચુંટણીના મતદાન દરમિયાન બોગસ મતદાનની ખરાઈ કરવા ગયેલા કોંગ્રેસના બે વકીલો ઉપર હૂમલો થયો હતો. જેની ફરિયાદ બાદ ગુરૂવારે મહેસાણા વકીલ મંડળે તંત્રને રજૂઆત કરી હૂમલાખોરોને પકડવા માંગ કરી છે. આવેદનપત્રમાં પોલીસ હૂમલા દરમિયાન તમાશો જોઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે.

Video:

મહેસાણા લોકસભા ચુંટણીના મતદાન દરમિયાન કડીના કુંડાળ ગામે વકીલ રાજકિશોર બારોટ અને હર્ષદ રાવલ બોગસ મતદાનની વાત સામે ખરાઈ કરવા ગયા હતા. જ્યાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થઈ વકીલમિત્રો ઉપર તુટી પડી બેફામ માર મારી ગાડીને નુકશાન પહોંચાડ્યું હતું. જે બનાવ બાદ વકીલોએ આપેલી ફરિયાદ સામે આરોપી તરીકે વકીલો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાદ મહેસાણા જિલ્લા વકીલ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

કડી હૂમલો: પોલીસ તમાશો જોતી રહી, મહેસાણા વકીલ મંડળનું આવેદનપત્રવકીલ મંડળના આવેદનપત્રમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં ઘટના દરમિયાન પોલીસના માણસો હાજર હોવાછતાં તેઓ તમાશો જોઈ રહેલા પરંતુ કોઈએ બચાવવાનો પ્રયત્ન કર્યો નથી, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીઓની તાત્કાલિક અટક કરી ઘટતી કાર્યવાહી કરવામાં નહી આવે તો આમરણાંત ઉપવાસ સહિતની ચિમકી આપતા મહેસાણા જિલ્લામાં કાયદાકીય ગરમાવો વધી ગયો છે.