આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

કડી નજીક આવેલા પીરોજપુર ગામ પાસે મંગળવાર રાત્રીના રોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ડીવાઇડર સાથે અથડાવાથી સ્લીપ થઇ જતા ચાલક અને તેના મિત્રનું કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર જઇ વધુ મૃતકોને લાશને કુંડાળ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વડાવી ગામના બળદેવજી ઠાકોરની પત્નિને હૃદયની બીમારીના લીધે સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. જયાં મંગળવારે રાત્રે તેમનો પુત્ર જલ્પેશજી ઠાકોર અને તેનો મીત્ર મહેસાણાના લિંચ ગામનો વતની રાકેશજી મંગાજી ઠાકોર સાથે બાઈક (GJ 02 BL 4976) લઈને વડાવી ગામથી ટીફીન લઈને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ તેમની માતાને આપવા માટે આવ્યા હતા.

આ દરમ્યાન મંગળવારે રાત્રે બીમાર માતાને જમાડીને ગામ પરત જતા સાડા આઠ વાગ્યાના સુમારે તેમનું બાઈક પીરોજપુર ગામ પાસે ડિવાઈડર ને અથડાતા બાઈક ઝાડીઓમાં ઘુસી ગયુ હતું અને બંને બાઈક સવારો રોડ ઉપર પટકાતા ત્યાંજ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. કડી પોલીસે બંને નવયુવકોની લાશને કુંડાળ સરકારી હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code