મહેસાણા: શંકાસ્પદ ઈસમોને પકડવા જતી પોલીસ ઉપર ફાયરિંગ

અટલ સમાચાર, મહેસાણા કડી નજીક પોલીસ ઉપર ફાયરિંગને પગલે મહેસાણા પોલીસ આલમમાં દોડધામ મચી ગઈ છે. બુધવારે બપોરે બાઈક ઉપર નીકળેલા શંકાસ્પદ ઈસમોને પકડવાની સૂચના મળતાં કડી પોલીસ સતર્ક બની હતી. આ દરમિયાન બુકાનીધારી બાઈક સવાર ત્રણ ઈસમોએ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. ગાંધીનગર નજીક બેંકમાં લુંટના નિષ્ફળ પ્રયાસમાં પોલીસ આરોપીઓને શોધવા
 
મહેસાણા: શંકાસ્પદ ઈસમોને પકડવા જતી પોલીસ ઉપર ફાયરિંગ

અટલ સમાચાર, મહેસાણા

કડી નજીક પોલીસ ઉપર ફાયરિંગને પગલે મહેસાણા પોલીસ આલમમાં દોડધામ મચી ગઈ છે. બુધવારે બપોરે બાઈક ઉપર નીકળેલા શંકાસ્પદ ઈસમોને પકડવાની સૂચના મળતાં કડી પોલીસ સતર્ક બની હતી. આ દરમિયાન બુકાનીધારી બાઈક સવાર ત્રણ ઈસમોએ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે.

ગાંધીનગર નજીક બેંકમાં લુંટના નિષ્ફળ પ્રયાસમાં પોલીસ આરોપીઓને શોધવા મથી રહી છે. આ દરમિયાન ગાંધીનગર પોલીસે શંકાસ્પદ બાઇક સવાર ત્રણ ઈસમોને પકડવા મથામણ આદરી હતી. જેમાં ત્રણેય ઇસમો બાઈક ઉપર કડી હાઇવે નજીકથી પસાર થતાં કડી પોલીસ હરકતમાં આવી હતી.

જેમાં આરોપીઓએ પકડથી બચવા પોલીસ ઉપર ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગ કરી નાસી છૂટેલા ત્રણેય ઇસમોની પકડવા એસપી સહિતનો પોલીસ કાફલો કડી દોડી ગયો હતો. કડીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક દિવસોથી ચરમસીમાએ પહોંચી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.