આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કડી પંથકમાં ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. મકાન ખાલી કરવાની તકરારમાં ભાડૂઆતે ઉશ્કેરાઈ જઈ મકાન માલિકના ભાઇની હત્યા કરી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે છરાનાં ઘા મારી આધેડનું ખૂન કરતા ચકચાર મચી ગઇ છે.

કડી તાલુકાના નવાપુરા ગામમાં ૨૮ વર્ષનો યુવક નરેશ પટેલ મૃતકના ભાઈના બાજુના મકાનમાં ભાડેથી રહેતો હતો. નજીકની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ દરમિયાન રવિવારે મકાન ખાલી કરવાની તકરારમાં આરોપી ઉગ્ર બની ઘરમાં પડેલ છરો લઈ ધસી આવ્યો હતો. જેમાં 65 વર્ષીય ચંદુભાઈ મોહનભાઈ પટેલને પેટ ઉપર છરાના ઉપરા ઉપરી ઘા મારી લોહી લુહાણ કરી દીધાં હતાં.  લોહી નિકળતી હાલતમાં મૃતકને ઢળી પડતા જોઈ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા આધેડ સ્થળ ઉપર જ ઢળી પડ્યા હતા. અફડા તફડીના માહોલ વચ્ચે તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code