કડી નજીક લ્હોર ગામની તલાવડી પાસેથી ૧ર,૪૦,૦૦૦નો દારૂ ભરેલી આઇસર ઝડપાઇ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા પોલીસ અધિક્ષકની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન કેસો શોધી કાઢી કેસો કરવા સુચના આપેલી છે. જેથી મંગળવારે પો.સબ.ઇન્સ જે.એસ.રબારી,એ.એસ.આઇ. ભરતસિંહ ગાંડાજી, એ.એસ.આઇ. ગૌતમભાઈ ખેમાભાઈ, પો.કોન્સ. જયેશકુમાર જણછોડભાઈ, પો.કોન્સ. કાળુસિંહ કેદારસિંહ સહિતના પ્રોહિબીશનના કેસો શોધવાની કામગીરીમાં હતા. આ દરમ્યાન વિગત મળેલ કે કડી નજીકના લ્હોર ગામની સીમમાં પાંચ રાયણવાળી તલાવડીમાં એક રાજસ્થાન પાસીંગની
 
કડી નજીક લ્હોર ગામની તલાવડી પાસેથી ૧ર,૪૦,૦૦૦નો દારૂ ભરેલી આઇસર ઝડપાઇ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષકની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન કેસો શોધી કાઢી કેસો કરવા સુચના આપેલી છે. જેથી મંગળવારે પો.સબ.ઇન્સ જે.એસ.રબારી,એ.એસ.આઇ. ભરતસિંહ ગાંડાજી, એ.એસ.આઇ. ગૌતમભાઈ ખેમાભાઈ, પો.કોન્સ. જયેશકુમાર જણછોડભાઈ, પો.કોન્સ. કાળુસિંહ કેદારસિંહ સહિતના પ્રોહિબીશનના કેસો શોધવાની કામગીરીમાં હતા.

આ દરમ્યાન વિગત મળેલ કે કડી નજીકના લ્હોર ગામની સીમમાં પાંચ રાયણવાળી તલાવડીમાં એક રાજસ્થાન પાસીંગની આઇસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે. જયારે તેનુ કટીંગ પણ પંથકમાં થનાર છે.

આથી પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવાઇ હતી. તે દરમ્યાન હકિકતવાળી આઈશર આવતાં જે શંકાસ્પદ જણાતાં ઉભી રખાઇ હતી. આઇશર આરજે 14 જીડી 9431 માંથી ગેરકાયદેસર અને વગર પરમીટનો અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં પેટીઓ નંગ-300 તથા નાની મોટી બોટલો મળી કુલ બોટલ નંગ 4679 કિ.રૂ. 12,40,500/- મળી આવ્યો હતો.

આથી પોલીસે આઇશરની કિ.રૂ. 700000/- તથા કેરેટ નંગ-150 કિ.રૂ.300/- તથા તાડપત્રી કિ.રૂ.100/-તથા દોરડા નંગ-1 કિ.રૂ. 100/- મળી કુલ રૂ. 19,41,000/- ના મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે.