કડી તાલુકા પી.આઈ. 25,000 લાંચ લેતા ઝડપાતા ખળભળાટ

અટલ સમાચાર, મહેસાણા. ફરિયાદી બુટલેગરે પીઆઈ વિરુદ્ધ સફળ એ.સી.બી. કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો અમદાવાદની એ.સી.બી. ટીમે અગાઉથી થયેલ જાણ મુજબ કડી તાલુકા પી.આઈ. અને જીઆરડી જવાનને ઝડપી લીધા છે. શુક્રવારે બપોર દરમિયાન ફરિયાદી બુટલેગરે 25,000ની લાંચ આપતા જ એસીબીએ ઝડપી લેતા જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પી.આઈ. પી.એસ.ગઢવી અને
 
કડી તાલુકા પી.આઈ. 25,000 લાંચ લેતા ઝડપાતા ખળભળાટ

અટલ સમાચાર, મહેસાણા.

ફરિયાદી બુટલેગરે પીઆઈ વિરુદ્ધ સફળ એ.સી.બી. કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો

અમદાવાદની એ.સી.બી. ટીમે અગાઉથી થયેલ જાણ મુજબ કડી તાલુકા પી.આઈ. અને જીઆરડી જવાનને ઝડપી લીધા છે. શુક્રવારે બપોર દરમિયાન ફરિયાદી બુટલેગરે 25,000ની લાંચ આપતા જ એસીબીએ ઝડપી લેતા જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પી.આઈ. પી.એસ.ગઢવી અને ગ્રામ રક્ષક દળના જવાન પરાગ પટેલે લાંચ સ્વરૃપે રુ.25,000 સ્વીકાર્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી એવા બુટલેગર દિલાવરખાન પઠાણે અમદાવાદ એ.સી.બી.ને જાણ કરતા સમગ્ર ટ્રેપ શુક્રવારે પાર પડાઈ હતી. કડી તાલુકામાં જ બપોરે 3ઃ00 વાગ્યા દરમિયાન બટલેગરે પીઆઈ ગઢવી અને જવાનને રુ.25,000 આપતા સમગ્ર ઘટનાક્રમને સફળ બનાવી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. કથીત આરોપીઓને મહેસાણા એસીબી કચેરીએ લાવી મોડી સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ આલમથી લઈ બુટલેગરોમાં ચર્ચાએ જોર પકડતા આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું છે. સાૈથી મહત્વનું છે કે બુટલેગર દ્વારા લાંચનો સફળ કેસ બનાવતા જિલ્લા પોલીસ આલમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે.