આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કડી નજીક ગુટખા અને પાન મસાલા બનાવતી ફેક્ટરીમાં ગત અડધી રાત્રે કેન્દ્ર અને રાજ્યની ટીમ ત્રાટકી હતી. ટેક્ષ ચોરી અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થ ચકાસવા વહેલી સવાલ સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ખરીદ વેચાણની વિગતો મેળવી પાંચ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.કડી તાલુકાના ઈરાણા ગામની સીમમાં ગુટખા બનાવતી ફેક્ટરી મોટાપાયે ટેક્ષ ચોરી કરતી હોવાની જાણ કેન્દ્રના સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સને થઈ હતી. આથી મહેસાણા ખાદ્ય અને ઔષધ તંત્રને જાણ કરી શનિવારે રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારી નવીન બિલોયન અને સૌરભ અરોરાએ ખરીદ વેચાણના હિસાબો તપાસ્યા હતા.

આ તરફ ખાદ્ય અને ઔષધ ટીમના કે.આર પટેલ સહિતનાએ ગુટખા બનાવતી ફેક્ટરી ગેરકાયદે હોવાનું નોંધ્યું હતું. જેમાં દુબઈ અને સંજોગ બ્રાન્ડના નમૂના લીધા હતા. સોપારી, કીમામ, પેરાફીન, મિક્ષ પાઉડર અને તમાકુ સહિતનો 1911 કિલો જથ્થો ઝડપી લીધો હતો. સ્થળ ઉપર 5,35,960 કિંમતનો મુદ્દામાલ સીઝ કરી સવારે 6 વાગ્યે ટીમ રવાના થઈ હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code