કડીની સર્વ વિદ્યાલય દ્વારા ઉત્તર ગુજરાતમાં ભવ્ય “શૌર્યયાત્રા” નીકળી

અટલ સમાચાર, કડી આજ રોજ કડીના વિદ્યાર્થીઓ 551 ફૂટ લાંબા અને 5 મણ વજન ધરાવતા તિરંગાને લઇ વિદ્યાર્થીઓ નીકળ્યા હતા. કડી શહેરમાં પાંચ કિલોમીટરનાં વિસ્તારમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે 551 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક “શૌર્ય યાત્રા” નીકળી હતી. સમગ્ર કડી શહેર તિરંગાનાં સન્માન સાથે સ્વાગત કરવા ઉમટ્યું હતું. નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે શહીદોની સહાદતને
 
કડીની સર્વ વિદ્યાલય દ્વારા ઉત્તર ગુજરાતમાં ભવ્ય “શૌર્યયાત્રા” નીકળી

અટલ સમાચાર, કડી

આજ રોજ કડીના વિદ્યાર્થીઓ 551 ફૂટ લાંબા અને 5 મણ વજન ધરાવતા તિરંગાને લઇ વિદ્યાર્થીઓ નીકળ્યા હતા. કડી શહેરમાં પાંચ કિલોમીટરનાં વિસ્તારમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે 551 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક “શૌર્ય યાત્રા” નીકળી હતી. સમગ્ર કડી શહેર તિરંગાનાં સન્માન સાથે સ્વાગત કરવા ઉમટ્યું હતું. નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે શહીદોની સહાદતને યાદ કરી કડી શહેર માટે “નાં ભૂતો નાં ભવિષ્ય” માફક વિશાળ સંખ્યામાં  ભવ્ય તિરંગા સાથે શૌર્ય યાત્રા નીકાળવામાં આવી હતી. આ શાૈર્યયાત્રામાં કુલ 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 500 જેટલી બહેનોએ ભાગ લીધો.

સ્વર્ણિમ ઈતિહાસ ધરાવતી રાષ્ટ્રીય સંસ્થા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી દ્વારા નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રનાં પ્રતિકોનું મહત્વ સમજે, સ્વતંત્રતાનું મુલ્ય જાણે અને તેનું જતન કરે તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિનાં વરસાને ઉજાગર કરે તે માટે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત 551 ફૂટ લાંબા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ સંસ્થાનાં મંત્રીઓ અને કેમ્પસ ડાયરેક્ટરના હસ્તે તિરંગાને ફુગ્ગા સાથે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ, એચ.વી.એચ.પી., એમ.બી.એ., બી.સી.એ., બી.બી.એ.બી.કોમ, બી.એડ.શિવહરી ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, ભવકુંજ સ્કુલનાં બેન્ડ સાથે 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. શહેરમાં જાણે આજે  આઝાદી મળી હોય તેવો ખુબ ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. હાથમાં તિરંગા સાથે યુવાનોએ તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાયું હતું. સર્વ ધર્મ સમભાવ ભવકુંજ સ્કુલ દરવાજા સામે – ઇન્ડિયન મેડીકલ એશોસિએશન કડી બ્રાન્ચ ,સ્કુલ વર્ધી વાહન ચાલકો અને કોર્પોરેશન બેંક દ્વારા બાલાપીર દરગાહ – (મુસ્લિમ સમાજ), પાસ સમિતિ અને માલધારી સમાજ દ્વારા વડવાળા હનુમાનજી મંદિર – વડવાળા હનુમાનજી સેવા સંસ્થાન અને જેસીસ ક્લબ ઓફ કડી દ્વારા સીટીપાર્ક – ભારતીય જનતા પાર્ટી અને કડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા ફાયર સ્ટેશન – ફાયર વિભાગ દ્વારા કમળ સર્કલ -કડી નગરપાલિકા ઓફીસ અને કડી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ઉમિયામાતા મંદિર પાસે – પ્રજાપિતા બ્રમ્હા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેન્ટર અને લાયન્સ ક્લબ ઓફ કડી દ્વારા ભાઉપુરા ચોક – વિશ્વ હિંદુ પરિષદ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કડી દ્વારા મહેસાણા અર્બન બેંક પાસે અખિલ વિશ્વકર્મા યુવા સંઘ અને કડી ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજ દ્વારા ગાંધીચોક – રોહિત સમાજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, કરીયાણા વહેપારી એસોસિએસન દ્વારા સ્ટેશન રોડ – મીઠાઈ એશોસિએશન, કડી મેટલ એશોસિએશન દ્વારા  પટેલ ભુવન સામે – કડી પોલીસ સ્ટેશન દ્વારા તિરંગાને ભવ્ય સલામી, એસ.ટી.બસ સ્ટેશન, કડી કેમીસ્ટ એશોસિએશન, ભારતીય સ્ટેટ બેંક દ્વારા, ભાગ્યોદય સર્કલ – ભાગ્યોદય હોસ્પિટલ, રોટરી ક્લબ,રોટરકટ ક્લબ ઓફ કડી અને લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દલુકુંડ મહાદેવ પાસે – ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મહેશ્વરી સોસાયટી સામે – મહેશ્વરી સમાજ દ્વારા ધરતીસીટી સામે , ધરતી સીટી પરિવાર, કડી ફોટો સ્ટુડીઓ એસોસિએસન અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા સુજાતપુરા રોડ – વાઈલ્ડ લાઈફ રેંજ, પત્રકાર મિત્રો, સરદાર નેચરલ ક્લબ, વિશ્વ બંધુ જાગૃતિ મિશન દ્વારા ખુબજ મોટી સંખ્યામાં શૌર્ય યાત્રાનું ભવ્ય સન્માન સાથે સ્વાગત કરાયું હતું.

રેલીના મુખ્ય આકર્ષણોમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયનાં યુનિક પ્રોગ્રામ સર્વ નેતૃત્વનાં વોલેન્ટીયર્સ અને NCC કેડેટ દ્વારા સમગ્ર રેલીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાની નાના બાળકોની ટોય ટ્રેન અને અશ્વ ઉપર સવાર સંસ્થાના ધ્વજ સાથે વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. દેશભકિતનાં ગીતો અને સામાજીક સંદેશો આપતા સ્વચ્છતા, મતદાન જાગૃતિ, વ્યસન મુક્તિ,બેટી બચાવો – બેટી પઢાવો, પર્યાવરણ બચાવો, સોશિયલ મીડિયાનો સદઉપયોગ અને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરો જેવા પોસ્ટરો સાથે હાયર એજ્યુકેશન ગર્લ્સ હોસ્ટેલની બહેનો દ્વારા લોક જાગૃતિ અંગે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.