આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

 

અટલ સમાચાર,મહેસાણા

કડીની સર્વ વિદ્યાલય સંકુલના એન.એસ.એસ.યુનિટ દ્વારા શનિવારના રોજ લોકોને રોગચાળાના ઉપચાર માટે સુજાતપુરા વિસ્તારની સોસાયટીઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કડી શહેરમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાવાથી ગંદકીના ઢગ સર્જાવાના લીધે રોગચાળો તંત્રની કાબુ બહાર નીકળી ગયો છે. ત્યારે આરોગ્ય વિભાગની જુદી જુદી સાત ટીમો સાથે પાલિકાની આરોગ્યની ટીમ રોગચાળાને કાબુમાં લેવા દરેક વિસ્તારોનો સર્વે કરી અછરગ્રસ્ત વિસ્તારોમાં ફોગીંગ તેમજ દવાનો છંટકાવ કરી રહી છે. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના એન.એસ.એસ.યુનિટ દ્વારા કડીના સરકારી આયુર્વેદિક હોસ્પિટલના આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કનુભાઈ પટેલ અને મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જીતુભાઇ નાયક સાથે બાલાજી સોસાયટીમાં કરવામાં આવ્યું હતું.

કડીમાં રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ જનતાને રોગચાળામાંથી મુક્તિ અપાવવા કામે લાગી ગયી છે. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના એન.એસ.એસ.યુનિટ દ્વારા સુજાતપુરા રોડ વિસ્તારની સૌથી વધુ રોગ ગ્રસ્ત સોસાયટીઓ પૂજન, બાલાજી,ઉત્સવ,નીલકંઠ સોસાયટીઓમાં ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં દરેક સોસાયટીઓના રહીશોએ સહયોગ આપ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code