car-chor
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કડી

કડી તાલુકાના પિરોજપુરા ગામ નજીક બે અજાણ્યા ચોરોએ પીકઅપ ડાલામાંથી 9 જીરાની બોરીઓ ગાડીમાં ભરી લઈ પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પ્રજાપતિ ઘનશ્યામભાઈ જેરામભાઈ ખેતરમાં ઉપજેલ જીરાની 19 બોરીઓ તથા તેમના લતીફભાઈના જીરાના 30 કટ્ટાનું વેચાણ કરવા અર્થે ઊંઝા ખાતે જઈ રહ્યા હતા. તેઓ પિરોજપુર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન બે અજાણ્યા ઈસમો આશરે ૩૦ થી ૩૫ ઉંમરના ક્વોલીસ તથા મરૂન કલરની બંધ બોડીની ગાડીમાં આવ્યા હતા. અને ફરીયાદીના પીકઅપ ડાલામાંથી જીરાની બોરી નંગ-૯ વજન ૨૭ મણ કિ.રૂ ૬૭,૫૦૦/- ની ચોરી કરી પલભરમાં ફરાર થઈ ગયા હતા.

જેથી આ ખેડૂત હતપ્રભ બની ગયા હતા. અનેક શોધખોળ બાદ પણ આરોપીઓને પત્તો ન લાગતાં આખરે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને ઝડપી લેવાની ગતિવિધી તેજ બનાવી દીધી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code