આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કડી તાલુકાના નંદાસણ નજીક ટાઇલ્સની ફેકટરીના 100થી વધુ કામદારોને છુટા કરવામાં આવ્યા છે. જેની નારાજગીમાં કામદારોએ સ્થાનિકોને 85% રોજગારીનો મુદ્દો ઉઠાવી છેલ્લા પાંચ દિવસથી ધરણાં શરૂ કર્યા છે. જેમાં બે વ્યકિતની હાલત નાજુક થતા સારવાર માટે મહેસાણા સિવિલ લવાયાં હતા. કામદારો જોગવાઇ મુજબના હક્કની માંગ સામે મહેસાણા શ્રમ કચેરીના મદદનીશ કમિશ્નર નિષ્ક્રીય હોવાના સવાલો ઉભા થયા છે.

મહેસાણા જીલ્લાના કડી પંથકમાં નંદાસણ નજીક આવેલી ટાઇલ્સ બનાવતી ફેકટરીમાં રોજગારીને લઇ હોબાળો મચી ગયો છે. કેટલાક દિવસો અગાઉ કંપનીના સંચાલકોએ કોઇ કારણોસર 100થી વધુ કામદારોને છુટા કર્યા હતા. આ દરમ્યાન છુટા થયેલા કામદારો કંપનીની સામે જ મંડપ બાંધી ઘરણા ઉપર બેસી ગયા છે. છેલ્લા પાંચ દિવસથી ચાર કામદારો સતત ઉપવાસ પર હોઇ બે કામદારની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કામદારોના નેતા હિતેશભાઇએ જણાવ્યુ હતુ કે, ર૬ કામદારોને બાકી રાખી અન્યને કામ ઉપર લેવાની વાત ખોટી છે. સમગ્ર મામલે મહેસાણા જીલ્લા મદદનીશ શ્રમ કમિશ્નર કચેરી ઘ્વારા હકારાત્મક અભિગમ ન હોવાથી મામલો ઉગ્ર બની ગયો છે. આ તરફ મદદનીશ શ્રમ કમિશ્નર કચેરીના ભગોરાબેને જણાવ્યુ હતુ કે, અવારનવાર મુલાકાત લઇ મામલો થાળે પાડવા કોશિશ કરેલી છે. જોકે, ર૬ કામદારોનો પ્રશ્ન લેબર કોર્ટમાં હોવાથી અમે કંઇ ના કરી શકીએ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code