ખેરાલુ:સગીરાને મારી નાખવાની ધમકી આપી નરાધમે શરીર સંબંધ બાંધ્યો
અટલ સમાચાર, મહેસાણા ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ આધારે એક 17 વર્ષની સગીરાને ગામના જ નરાધમ યુવકે કૃત્ય આચર્યું છે. જે અંગેની ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેરાલુના લીમડી ગામનો ઠાકોર અલ્પેશ રહે.લીમડી ઉગમણો ઠાકોર વાસ જેણે ગામની જ 17 વર્ષની સગીરા પર અધમ કૃત્ય આચર્યું હતું. સગીરાની મરજી વિરૂધ્ધ
Feb 23, 2019, 14:14 IST

અટલ સમાચાર, મહેસાણા
ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ આધારે એક 17 વર્ષની સગીરાને ગામના જ નરાધમ યુવકે કૃત્ય આચર્યું છે. જે અંગેની ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેરાલુના લીમડી ગામનો ઠાકોર અલ્પેશ રહે.લીમડી ઉગમણો ઠાકોર વાસ જેણે ગામની જ 17 વર્ષની સગીરા પર અધમ કૃત્ય આચર્યું હતું. સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક ધમકી આપી હતી કે, જો તુ બૂમ પાડીશ તો તને અને તારા ભાઈઓને મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ સગીરાનું મોઢું દબાવી નરાધમે પાપ આચર્યું હતું.
આ અંગે સગીરાએ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોક્સો એક્ટ અને આઈપીસી મુજબ પ્રવિણસિંહ સમરસિંહે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ એમ.બી.પરમાર ચલાવી રહ્યા છે.