બનાસકાંઠામાં ઉભી થઇ કૈલાશ માનસરોવરને ચીનમાંથી મુકત કરાવવાની માંગ: તંત્રને આવેદનપત્ર

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં કૈલાસ માનસરોવર પ્રત્યેની અખંડ શ્રધ્ધા હોવાનું સામે આવ્યું છે. આદિ-અનાદિકાળથી શિવજીના નિવાસસ્થાન ગણાતા કૈલાસ માનસરોવરને ભારતમાં સમાવવાની માંગ ઉઠી છે. માનસરોવર મુકિત આંદોલનના નેજા હેઠળ જીલ્લા તંત્રને રજૂઆત કરી ચીનનો કબજો દૂર કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કૈલાસ માનસરોવર ભારતનો અભિન્ન હીસ્સો હોવાથી પરત મેળવવા શ્રધ્ધાળુઓ આગળ આવ્યા છે. કૈલાસ માનસરોવર
 
બનાસકાંઠામાં ઉભી થઇ કૈલાશ માનસરોવરને ચીનમાંથી મુકત કરાવવાની માંગ: તંત્રને આવેદનપત્ર

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં કૈલાસ માનસરોવર પ્રત્યેની અખંડ શ્રધ્ધા હોવાનું સામે આવ્યું છે. આદિ-અનાદિકાળથી શિવજીના નિવાસસ્થાન ગણાતા કૈલાસ માનસરોવરને ભારતમાં સમાવવાની માંગ ઉઠી છે. માનસરોવર મુકિત આંદોલનના નેજા હેઠળ જીલ્લા તંત્રને રજૂઆત કરી ચીનનો કબજો દૂર કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કૈલાસ માનસરોવર ભારતનો અભિન્ન હીસ્સો હોવાથી પરત મેળવવા શ્રધ્ધાળુઓ આગળ આવ્યા છે.

કૈલાસ માનસરોવર મુકિત આંદોલન સમિતિ ઘ્વારા બનાસકાંઠા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં 1962 ના યુધ્ધ વખતે ચીને લઈ લીધેલ તિબેટ નજીકના કૈલાશ માનસરોવરને મુક્ત કરાવવા રજુઆત કરવામાં આવી છે. કૈલાસ માનસરોવર વિશ્વનું પવિત્ર સ્થળ અને ભગવાન શિવજીનું નિવાસ સ્થાન છે. સમગ્ર ભારતભરમાંથી દર વર્ષે શ્રધ્ધાળુઓ માનસરોવરની યાત્રાએ જાય છે. જેમાં ચીન સરકારની મંજુરીથી લઇ તમામ નિયમો અનુસરવાના થાય છે. પવિત્ર માનસરોવર ભારત દેશનો હીસ્સો હોવા છતાં શ્રધ્ધાળુઓને ચીનની મંજુરી લેવી પડે છે. આથી કૈલાસ માનસરોવર મુકિત આંદોલન સમિતિ દ્રારા આવેદનપત્રના માધ્યમથી કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ-મુકેશ દરજી, પ્રદેશમંત્રી હર્ષદ મેવાડા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા. તો વળી, જીલ્લા અધ્યક્ષ રામચંદ પંચાલ, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ અશોક ચાવડા, જિલ્લા મહામંત્રી વિકેસ ચૌધરી, જિલ્લા ઉપાધ્યક્ષ કુંદન બારોટ, જિલ્લામંત્રી અરવિંદ પરમાર, હરેશ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.