કાંકરેજ: ઓઢાથી સિયાના કાચા માર્ગે વાઈબ્રન્ટ ગુજરાતની પોલ ખોલી

અટલ સમાચાર, મહેસાણા, કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં આજે પણ લોકો રોડની સુવિધાથી વંચિત રહી ગયા હોવાની તસવીરો ગુજરાતની આબરૂ ધૂળધાણી કરી રહી છે. તાલુકાના ઓઢાથી સિયા જવાનો કાચા માર્ગને લઈ સ્થાનિક પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી છે. ગુજરાતમાં વર્ષોથી રાજ કરતી ભાજપ સરકાર લોકોને પાકો માર્ગ પહોંચાડી શકી નથી અને વાઈબ્રન્ટ ગુજરાતના ફીંફા ખાંડી
 
કાંકરેજ: ઓઢાથી સિયાના કાચા માર્ગે વાઈબ્રન્ટ ગુજરાતની પોલ ખોલી

અટલ સમાચાર, મહેસાણા, કાંકરેજ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં આજે પણ લોકો રોડની સુવિધાથી વંચિત રહી ગયા હોવાની તસવીરો ગુજરાતની આબરૂ ધૂળધાણી કરી રહી છે. તાલુકાના ઓઢાથી સિયા જવાનો કાચા માર્ગને લઈ સ્થાનિક પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી છે. ગુજરાતમાં વર્ષોથી રાજ કરતી ભાજપ સરકાર લોકોને પાકો માર્ગ પહોંચાડી શકી નથી અને વાઈબ્રન્ટ ગુજરાતના ફીંફા ખાંડી રહી છે.

કાંકરેજ: ઓઢાથી સિયાના કાચા માર્ગે વાઈબ્રન્ટ ગુજરાતની પોલ ખોલી

કાંકરેજ તાલુકાના ઓઢાથી સિયા જવાનો માર્ગ આજે પણ બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે. સરકારે વોટ લેવા લોકોને ખોટા વચનો આપી મૂર્ખ બનાવી દીધા છે. સત્તામાં આવતાં જ કાંકરેજની ભોળી અને અભણ પ્રજાને સત્તામાં આવ્યા પછી કોઈ દરકાર લેતા ન હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ચુંટણી સમયે દરેક ગામોમાં પાકા રસ્તાના ખોટા વાયદા આપી વોટ મેળવી લીધા. જેવીજ ખુરશી હાથમાં આવી કે વચનો ભુલી જવાય છે. આજે ઓઢા અને શિયા ગામ લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.

કાચા માર્ગ અંગે અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન મળ્યોઃ ગ્રામજનો

ઓઢા ગામલોકો રેશનિગ, દવાખાનું તેમજ શાળાએ જતાં બાળકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષોથી કરતા આવ્યા છીએ. વહીવટીતંત્રથી લઈ સરકારના સત્તાધીશો સુધી અમારી સમસ્યા અંગે જણાવ્યું છે. આમછતાં આજદિન સુધી કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી.

કાંકરેજમાં ભાજપની સત્તા પણ સુવિધાનો અભાવ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસથી નારાજ પ્રજાએ ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાને સત્તા સોંપી છે. એટલે તાલુકાથી લઈ ગાંધીનગર સુધી ભાજપનું રાજ હોવાછતાં કાંકરેજના ગામડાઓ સુધી પાકા રસ્તા પહોંચી શક્યા નથી. આ બાબતે ધારાસભ્યએ ધ્યાન આપી ઝડપથી પાકો રસ્તો બને તેવા કામ હાથ ધરવા જોઈએ તેવું ગ્રામજનો કહી રહ્યા છે.