કાંકરેજ તાલુકા પંચાયત ગૌચરમાંથી લીમડા ઉખેડી નાખનારનું કંઈ ઉખાડી શકતી નથી!

ગૌચર જમીનમાં ખેડાણ થઈ ગયું, તંત્ર દ્વારા ‘આંખ આડા કાન’થી અરજદારો લાલઘૂમ ભગવાન રાયગોર, કાંકરેજ કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામે 12 ઓગસ્ટ 2018 ના રોજ સરકારી ગૌચરમાંથી લીમડાનો સત્યાનાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ કાંટા તારની વાડની સાથે સાથે આ કેટલાક તત્વોએ ગૌચરની જમીનમાં ખેડાણ પણ કરી દીધું છે. પ્રદૂષણ અટકાવવામાં જીવતદાન અર્પતા વૃક્ષોનું નિકંદન કરી
 
કાંકરેજ તાલુકા પંચાયત ગૌચરમાંથી લીમડા ઉખેડી નાખનારનું કંઈ ઉખાડી શકતી નથી!


ગૌચર જમીનમાં ખેડાણ થઈ ગયું, તંત્ર દ્વારા ‘આંખ આડા કાન’થી અરજદારો લાલઘૂમ

ભગવાન રાયગોર, કાંકરેજ

કાંકરેજ તાલુકા પંચાયત ગૌચરમાંથી લીમડા ઉખેડી નાખનારનું કંઈ ઉખાડી શકતી નથી! કાંકરેજ તાલુકા પંચાયત ગૌચરમાંથી લીમડા ઉખેડી નાખનારનું કંઈ ઉખાડી શકતી નથી! કાંકરેજ તાલુકા પંચાયત ગૌચરમાંથી લીમડા ઉખેડી નાખનારનું કંઈ ઉખાડી શકતી નથી! કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામે 12 ઓગસ્ટ 2018 ના રોજ સરકારી ગૌચરમાંથી લીમડાનો સત્યાનાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ કાંટા તારની વાડની સાથે સાથે આ કેટલાક તત્વોએ ગૌચરની જમીનમાં ખેડાણ પણ કરી દીધું છે.

પ્રદૂષણ અટકાવવામાં જીવતદાન અર્પતા વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવ્યું છે. સરેઆમ 20 જેટલા આ લીમડાના ઝાડને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હોવા છે. તદ્ઉપરાંત ગૌચરની જમીનનું ખેડાણ પણ કરી દીધું છે. આ બાબતે અરજદારે તાલુકા પંચાયત ખાતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપેલ પણ આટલા દિવસ થવા છતાં હજુ સુધી સરકારી જમીન ઉપર કબજો જમાવનાર લીમડા કાપનાર સામે કોઈ નક્કર પગલા લીધા નથી. જ્યારે ઉમરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને પણ લેખીત લેખિત આપેલ છે કે આ પંચાયતમાં કોઈ લીમડા કાપવા, કાંટાળી વાડ કરવી કે ખેડાણ કરવા બાબતે કોઈ ઠરાવ થયેલો નથી. અર્દુવાસ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે અમારી પંચાયતમાં આવો કોઈ ઠરાવ કે મીટીંગ થઇ નથી. અરડુવાડાના સ્થાનીકો તેમજ અરજદારો ઈચ્છી રહ્યા છે કે લીમડા કાપનાર, ગેરકાયદેસર ફેન્સી વાડ તથા ખેડાણ કરનાર સામે ઝડપી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કપાયેલ લીમડા બાબતે કોઈ હરાજી થઈ ન હોવાની સંલગ્ન ગ્રામ પંચાયત પાસેથી જાણવા મળી રહ્યું છે.