કાંકરેજના દુગાવાડામાં પંચમુખી હનુમાન અને કંથેરી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાસે આવેલ દુગાવાડામાં પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલ છે. વારે તહેવારે આ પાવન જગ્યાએ મેળો ભરાય છે. તેમજ દર શનિવારે સાંજે 4 થી 8 કલાક સુધી દર્શનાર્થીઓ શિહોરી, ચેખલા, રતનપુરા, રણાવડા, ખીમાણા તેમજ કાંકરેજ તાલુકાના હજારો લોકો દાદાના મંદિરે નત મસ્તકે શીશ નમાવવા આવે છે. આ મંદીરે
 
કાંકરેજના દુગાવાડામાં પંચમુખી હનુમાન અને કંથેરી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાસે આવેલ દુગાવાડામાં પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલ છે. વારે તહેવારે આ પાવન જગ્યાએ મેળો ભરાય છે. તેમજ દર શનિવારે સાંજે 4 થી 8 કલાક સુધી દર્શનાર્થીઓ શિહોરી, ચેખલા, રતનપુરા, રણાવડા, ખીમાણા તેમજ કાંકરેજ તાલુકાના હજારો લોકો દાદાના મંદિરે નત મસ્તકે શીશ નમાવવા આવે છે. આ મંદીરે પરમાત્મા શિવરૂપ એકાદશી રુદ્ર સ્વરૂપ એકાદશી પંચમુખી હનુમાન દાદાનો તિથિ યજ્ઞ આચાર્ય શિવરામભાઈ મોતીરામભાઈ શાસ્ત્રી શિહોરી વાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી ભિલડિયા (ઠાકોર) વિજયાબેન સોવનજી સવાજીના મુખ્ય યજમાન પદે ૧૦ ફેબ્રેઆરીએ યોજાયો હતો. આ સાથે કંથેરી (ભમર) માતાજીની ફોટો પ્રતિમા ભારતીબેન પોપટજી ઠાકોર ચેખલાવાળાના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત સંતોના હસ્તે અન્નક્ષેત્રનું ઉદા્ધાટન કરવામાં આવ્યુ હતુ. સાંજે 5 કલાકે નાળિયેર હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે સંતો-મહંતો, મંદિરના પૂજારી ગૌસ્વામી સુરેશપૂરી, દાતાઓ, આજુ-બાજુ ગામોના સરપંચો, પ.પૂ.સંત સદારામબાપુના સેવકો,આગેવાનો, કોંગ્રેસ અગ્રણી દિનેશજી જાલેરા, અંબારામભાઈ પી પ્રજાપતિ- રતનપૂરા, જેન્તીભાઈ એમ. પ્રજાપતિ – શિહોરી, અરવિંદજી ઠાકોર, દૂધેચા પારજીજી સ્વરૂપજી- રહયા હતા.