કાંકરેજઃ અપૂરતા પુસ્તકો વચ્ચે અનેક શાળાઓમાં ચાલતુ શિક્ષણ કેવુ?

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ના પાઠ્ય પુસ્તકો શાળા શરૂ થયાને પખવાડીયાથી વધુ સમય થઈ ચુક્યો છે. આમછતાં હજુસુધી પુસ્તકો વિના વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી હશે તે વાત અચરજ પમાડી રહી છે. ગુજરાત શિક્ષણનું સરકારી તંત્ર શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ, બાળમેળા થકી શિક્ષણ સુધારવાની વાતો વચ્ચે વાંચન-લેખન-ગણનમાં પ્રાથમિક
 
કાંકરેજઃ અપૂરતા પુસ્તકો વચ્ચે અનેક શાળાઓમાં ચાલતુ શિક્ષણ કેવુ?

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ના પાઠ્ય પુસ્તકો શાળા શરૂ થયાને પખવાડીયાથી વધુ સમય થઈ ચુક્યો છે. આમછતાં હજુસુધી પુસ્તકો વિના વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી હશે તે વાત અચરજ પમાડી રહી છે.

ગુજરાત શિક્ષણનું સરકારી તંત્ર શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ, બાળમેળા થકી શિક્ષણ સુધારવાની વાતો વચ્ચે વાંચન-લેખન-ગણનમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવાના બદલે સતત કથળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને શાળા શરૂ થયે 15 દિવસથી વધુ સમય વિતી ચુક્યો છે. આમછતાં હજુ સુધી સરકારી પુસ્તકો પહોંચ્યા નથી. કથળી રહેલા શિક્ષણને લઈ શિક્ષણ વિદોનો કહી રહ્યા છે કે, જાજી સુયાણી વેતર બગડે જેવા હાલ તંત્રનું છે.

કાંકરેજ સિવાયના કેટલાક તાલુકાઓમાં પણ સમસ્યા છેઃ ટીપીઓ

બનાસકાંઠાના એક કાંકરેજ તાલુકામાં જ પુસ્તકો નથી પહોંચ્યા તેવુ નથી, પરંતુ અન્ય કેટલાક તાલુકામાં આવી પરિસ્થિતિ હોવાનું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે કહ્યું કે, આ સમસ્યાને લઈ ઓનલાઈન રિકવેસ્ટ સબમીટ કરી દીધી છે. જેથી આગામી 4 થી 5 દિવસમાં પુસ્તકો આવી જશે.