gau samelan
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ-ભગવાન રાયગોર

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની પવિત્ર ભુમિ પર આવેલ કુવારવા આશ્રમ પર ગૌસંમેલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહેસણા વિભાગ દ્વારા રાખવામા આવ્યુ હતુ.

ભારતીય સંસ્કૃતિમાં ગાયનુ ખુબજ મહત્વ રહેલું છે. ત્યારે ગાય વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ્ય સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, મહેસણા વિભાગના ઉપક્રમે આયોજન કરવામા આવ્યુ હતું. ગૌ સંમેલનમાં ગૌ અને ગોપાલક સમાજના શ્રેષ્ઠીઆેનું પણ સન્માન કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત વિવિધ વક્તાઆે દ્વારા ગૌ માતાને આધારીત વિવિધ કાર્યો અને તેનું મહત્વ સમજાવવામા આવ્યું હતુ.

ગાય પર નિર્ભર દુધ, ધી, ગૌ મુત્ર, ગૌ આધારીત ખેતી વગરેનો ઉપયોગ કરવા ઉપર વક્તાઓ દ્વારા ભાર મુકવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તેમજ ચાર જીલ્લામાથી આવેલા ગોપાલકો તેમજ કાંકરેજ તાલુકામાંથી પણ સંઘના કાર્યકર્તાઓ તેમજ ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code