કાંકરેજના વરસડા નજીક અસ્થિર મગજનો વ્યક્તિ જીવંત વીજવાયર પકડતા મોતને ભેટ્યો
ભગવાન રાયગોર, કાંકરેજ કાંકરેજ તાલુકાના વરસડા ગામે વહેલી સવારે એક વ્યક્તિ ખેતર માંથી જતી વીજ લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. જે જીવંત વીજવાયરને અડકતા કરન્ટ લાગવાથી નીચે પછડાયો હતો. જેનું ઘટના જ સ્થળે મોત થયું હતું. જેને પી.એમ. માટે થરા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વરસડા ગામના જયંતીજી શંકરજી ઠાકોર, ઉ.વ.૩૨
Dec 16, 2018, 19:20 IST

ભગવાન રાયગોર, કાંકરેજ
કાંકરેજ તાલુકાના વરસડા ગામે વહેલી સવારે એક વ્યક્તિ ખેતર માંથી જતી વીજ લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. જે જીવંત વીજવાયરને અડકતા કરન્ટ લાગવાથી નીચે પછડાયો હતો. જેનું ઘટના જ સ્થળે મોત થયું હતું. જેને પી.એમ. માટે થરા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વરસડા ગામના જયંતીજી શંકરજી ઠાકોર, ઉ.વ.૩૨ જેઓ અસ્થિર મગજના હોવાને કારણે વહેલી સવારે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના થાંભલા પર ચડી ગયા હતા. અને જીવતા વીજવાયરને અડકતા કરન્ટ શરીરમાં ઉતરી ગયો હતો. જેના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટના બાદ લાશને પી.એમ. માટે પ્રાઇવેટ વાહન મારફતે થરા સરકારી દવાખાને ખસેડાયેલ. જ્યાં થરા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.