કાંકરેજના વસ્ત્રાસર ગામે ગંગેશ્વર મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ

કાંકરેજ તાલુકાના વસ્ત્રાસર ગામમાં શ્રીગંગેશ્વર મહાદેવ ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓગડનાથ બાપુના હસ્તે નવીન ગામનું તોરણ બાંધવામાં આવ્યું હતું. શ્રી ગંગેશ્વર મહાદેવ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ત્રિદિવસીય હવનમાં ભૂદેવોએ આશિર્વચન પાઠવ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. ધાર્મિક પ્રસંગે હજારોની સંખ્યામાં ભકતોએ ભગવાન શિવના
 
કાંકરેજના વસ્ત્રાસર ગામે ગંગેશ્વર મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ

કાંકરેજ તાલુકાના વસ્ત્રાસર ગામમાં શ્રીગંગેશ્વર મહાદેવ ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓગડનાથ બાપુના હસ્તે નવીન ગામનું તોરણ બાંધવામાં આવ્યું હતું. શ્રી ગંગેશ્વર મહાદેવ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ત્રિદિવસીય હવનમાં ભૂદેવોએ આશિર્વચન પાઠવ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. ધાર્મિક પ્રસંગે હજારોની સંખ્યામાં ભકતોએ ભગવાન શિવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે વસ્ત્રાસર ગ્રામજનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ-દિવસીય ભગવાન શિવનો પ્રસાદ લઈ ભક્તોએ પુણ્ય પ્રાપ્ત કરેલ. પ્રસંગમાં પધારેલા સાધુ-સંતો મહેમાનો, ભુદેવો સૌનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.