aakoli school
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ભગવાન રાયગોર, કાંકરેજ
કાંકરેજ તાલુકાના ક્ષેત્રવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવા માટે આકોલી-માનપુરા રોડથી ક્ષેત્રવાસનો રસ્તો, પીવાના પાણીની અસુવિધા, રસ્તા પરની ગંદકી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ભણશે ગુજરાત જેવા સરકારના સ્લોગનો અહીં નકામા ઠરી રહ્યા છે. આ શાળાની સ્થાપના 1977મા થયેલ છે. હાલ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮માં આશરે 100થી વધુની સંખ્યા છે. શિક્ષકોની સાથે વાલીઓ પણ આ અંગે ચિંતીત બન્યા છે. આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના અભિગમના લીરેલીરા ઉડતા નજરે પડી રહ્યા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code