કળિયુગ@ગોધરાઃ ભાંડો ફુટી જતાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક ગોધરાના સિગ્નલ ફળિયા ખાતે રહેતા લઘુમતી સમાજના પરણિત યુવકના ચકચારી મોતના પ્રકરણમાં તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઠંડા કલેજે પોતાના જ ઘરમાં મધ્યરાત્રીએ હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પરિવારજનોએ યુવકના શંકાસ્પદ મોતના પગલે પોલીસ સમક્ષ જરૂરી તપાસની માંગ કરી હતી. કબ્રસ્તાનમાં દફ્નાવેલા યુવકના મૃતદેહને કબર માંથી
 
કળિયુગ@ગોધરાઃ ભાંડો ફુટી જતાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

ગોધરાના સિગ્નલ ફળિયા ખાતે રહેતા લઘુમતી સમાજના પરણિત યુવકના ચકચારી મોતના પ્રકરણમાં તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઠંડા કલેજે પોતાના જ ઘરમાં મધ્યરાત્રીએ હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પરિવારજનોએ યુવકના શંકાસ્પદ મોતના પગલે પોલીસ સમક્ષ જરૂરી તપાસની માંગ કરી હતી.

કબ્રસ્તાનમાં દફ્નાવેલા યુવકના મૃતદેહને કબર માંથી બહાર કાઢી પેનલ પી.એમ અર્થે વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો. પી.એમ રિપોર્ટમાં યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને આખરે પોલીસને આ ચકચારી હત્યા પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીએ પૂર્વયોજિત કાવતરૂ રચી પતિની હત્યા કરી નાખતા લઘુમતી સમાજમાં આ ઘટનાના પગલે છૂપો રોષ જોવા મળ્યો હતો. પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તાજેતરમાં ગોધરાના સિગ્નલ ફળિયા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા પરણિત યુવક શોએબ સોકત દુર્વેશ (ઉ.વ.27) નું રાત્રે ઘરે સુઈ ગયા બાદ આકસ્મિક મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવાજનો દ્વારા ગોધરા ખાતે આવેલા શેખ મજાવર કબ્રસ્તાનમાં સમાજના રીતિરિવાજ મુજબ સમાજના લોકોની ઉપસ્થિતિમાં યુવકની દફ્નવિધિ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ શોએબના શંકાસ્પદ મોતના મામલે પરિવાજનોને શંકા ઉપજતા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે જરૂરી તપાસની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી.

યુવકના ચકચારી મોતના પ્રકરણમાં પી.એમ રિપોર્ટમાં શોએબની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. તપાસના અંતે શોએબની હત્યા તેના જ ઘરે મધ્યરાત્રિએ તેની પત્ની જૈનેબ શોએબ દુર્વેશ અને તેના પ્રેમી સાજીદ મહેબૂબ ચરખા ઉફ્રે કીડી રહે, સિગ્નલ ફળિયા ગોધરાએ ભેગા મળી ઠંડા કલેજે હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હત્યારી પત્ની જૈનબ અને તેના પ્રેમી સાજીદ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. મૃતક યુવક અને પત્ની જૈનબને સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.

ગોધરાના યુવકની શંકાસ્પદ હત્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક યુવકની પત્ની જૈનબને સાજીદ ચરખા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતા. અને બન્ને વચ્ચે મોબાઈલ ફોન પર વાતચીત થતી હતી. પ્રેમી તેમજ શોએબની પત્ની જૈનબ કઢંગી હાલતમાં તેના પતિ શોએબના હાથે ઝડપાતા સાજીદે મૃતક શોએબને ધમકીઓ પણ આપતો હતો. હત્યારો સાજીદ પોતે ક્રીમીનલ ઈતિહાસ ધરાવે છે. અને તેના સામે અગાઉ ચાર જેટલા મારામારી ના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.