આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ગત બુધવારની મોડી રાત્રે કોઈ શખ્સો મેઇન બજાર વચ્ચે આવેલ જૈન વેપારીના બંધ મકાનમાં તાળાં-નકૂચા તોડી મકાનમાં પ્રવેશી લાખોની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ શિહોરી પોલીસ સ્ટશેનમાં નોંધાવા પામી છે.

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જૈન વેપારી શાહ રમેશચંદ્ર ભાઈ ચીમનલાલ કે જેઓ ગામમાં પોતાના મકાનમાં કરિયાણાની હોલસેલની દુકાન તેમજ ધીરાણ કરતા હતા. રમેશભાઈ પોતાની પત્નીને ઓપરેશન કરાવવાનું હોઈ તેઓ ગત 27 માર્ચના સાંજે સુરત જવા નીકળ્યા હતા. તકનો લાભ લઇ રાત્રે તસ્કરો તેમના મકાનમાં પ્રવેશી લાખોની મતાની ચોરી કરી લઈ જવામાં સફળ રહ્યા હતા. તસ્કરોએ ગાદલા તિજોરી તથા અન્ય સામાન રફેદફે કરી દીધો હતો. સમગ્ર બનાવની વહેલી સવારે તેમના આજુબાજુના પડોશીઓને જાણ થતાં રમેશભાઈને જાણ કરી હતી. જૈન પરિવારને જાણ થતાં સુરતથી પાછા ફરી તેમના ઘરની તપાસ કરતાં રોકડ રકમ દરદાગીના L.C.D કુલ મળી 20 લાખ ૬૦ હજાર ચોરી થઇ હોવાનું શિહોરી પોલીસ-સ્ટેશનમાં ગુનો.ર.ન.૧૫/૨૦૧૯ દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

29 Sep 2020, 3:37 AM (GMT)

COVID-19 Global Stats

33,549,873 Total Cases
1,006,379 Death Cases
24,878,124 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code