આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી જંગલી જાનવરોના હુમલાઓના બનાવો વધી રહયા છે. કાંકરેજના માંડલા ગામે મંગળવારે એક મહિલા ઉપર જંગલી ભુંડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ છે.

કાંકરેજના માંડલા ગામે ર૮ વર્ષના ઉર્મિલાબેન નરસુંગભાઇ ચૌધરી નામની મહિલા ઉપર જંગલી ભુંડે મંગળવારે સવારે હુમલો કર્યો હતો. જેમાં તેમને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નિપજયુ હતુ. જેને લઇ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટનાની જાણ થતા ડીવાએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પી.એમ અર્થે થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાઇ હતી

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code