કાંકરેજઃભદ્રવાડીથી સાકરીયા રસ્તો વિકાસ ઝંખે છે, ખખડધજ માર્ગથી મુશ્કેલીઓ વધી

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામથી સાકરીયા જવાનો રસ્તો છેલ્લાં કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ઘણીવાર ગામ લોકોને ઈમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે આ ખખડધજ રસ્તાના કારણે દર્દીઓને પુરતી સારવાર પણ મળતી નથી. ગામ લોકો સાથે મળી માટીકામ કરાવ્યુ પણ 2017ના વિનાશક પૂરના કારણે આ
 
કાંકરેજઃભદ્રવાડીથી સાકરીયા રસ્તો વિકાસ ઝંખે છે, ખખડધજ માર્ગથી મુશ્કેલીઓ વધી

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામથી સાકરીયા જવાનો રસ્તો છેલ્લાં કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ઘણીવાર ગામ લોકોને ઈમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે આ ખખડધજ રસ્તાના કારણે દર્દીઓને પુરતી સારવાર પણ મળતી નથી.

ગામ લોકો સાથે મળી માટીકામ કરાવ્યુ પણ 2017ના વિનાશક પૂરના કારણે આ રસ્તાનું ધોવાણ થઇ ગયું અને મોટા મોટા ખાડા પડી ગયા છે. ગ્રામજનો દ્વારા અવાર-નવાર રસ્તા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. તંત્ર વારંવાર રસ્તાનો સર્વે કરી જાય છે પરંતુ આજદિન સુધી કામ થયું નથી.

વોટભૂખ્યા રાજકારણીઓ ચુંટણી આવે ત્યારે વિકાસના મોટા મોટા વાયદાઓ આપે છે અને જેવી ચુંટણી પુરી થાય કે પ્રશ્નાર્થ મુકાઈ જાય. આ ભદ્રવાડી-સાકરીયાના રસ્તા બાબતે આજસુધી કોઈ નિવેડો આવ્યો નથી. એક બાજુ સરકાર વિકાસ અને મેટ્રોની વાતો કરે છે, ત્યારે જિલ્લામાં વિકાસથી વંચીત કેટલાય ભદ્રવાડી-સાકરીયા જેવા ગામો છે, ત્યાં હજુ પાકા રસ્તાઓ નથી. રસ્તાની કામગીરી ઝડપથી શરૂ કરે તેમ ગામ લોકો ઈચ્છી રહ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે આ 2019 લોકસભા ચુંટણીમાં ફરી મોટા મોટા વાયદાઓ આપશે કે પછી આ રસ્તાની કામગીરી હાથ ધરાશે?